Sunday, March 23, 2025
HomeMAIN NEWSપ્રયાગરાજ મહાકુંભ : અદાણી-ઇસ્કૉનની અન્ન ક્ષેત્ર સેવાથી સ્થાનિક ખેડૂતો અને યુવાઓ આર્થિક...

પ્રયાગરાજ મહાકુંભ : અદાણી-ઇસ્કૉનની અન્ન ક્ષેત્ર સેવાથી સ્થાનિક ખેડૂતો અને યુવાઓ આર્થિક રીતે સશક્ત બન્યા

Share:

3,000થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી, કિસાનોને પણ મબલખ કમાણી

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી : પ્રયાગરાજ મહાકુંભ સ્થાનિક ખેડૂતો માટે રોજગારી અને આવકની અનેક સ્વર્ણિમ તકો લઈને આવ્યો છે. ભક્તો માટે દરરોજ તૈયાર કરવામાં આવતા મહાપ્રસાદ માટે પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોમાંથી શાકભાજી, અનાજ, દૂધ અને અન્ય આવશ્યક સામગ્રીઓની ભારે માત્રામાં ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને યુવાઓ રોજગારી મેળવી રહ્યા છે. જે તેમના આર્થિક સશક્તિકરણની દિશામાં મોટી ઉપલબ્ધિ છે.

મહાકુંભમાં અદાણી ગ્રૂપ અને ઈસ્કોન સાથે મળીને કરવામાં આવી રહેલી નારાયણ સેવાએ લાખો શ્રદ્ધાળુઓને ભોજન તો આપ્યું જ છે, પરંતુ સ્થાનિક વેપાર અને કૃષિ ક્ષેત્રને પણ નવી ઊંચાઈઓ આપી છે. દરરોજ લાખો ભક્તો મહાપ્રસાદીનો સાત્વિક આનંદ માણે છે, જ્યારે અમૃતસ્નાનના ખાસ પ્રસંગોએ આ સંખ્યા 2.5 લાખથી 3 લાખ સુધી પહોંચી જાય છે. અદાણી-ઈસ્કોનના ભંડારામાં દરરોજ 9,000 કિલો શાકભાજીનો ઉપયોગ થાય છે, જે અમૃતસ્નાનના દિવસોમાં વધીને 33,600 કિલો થઈ જાય છે. આ શાકભાજી સ્થાનિક ખેડૂતો પાસેથી સપ્લાય કરવામાં આવે છે, જેનાથી તેમને સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતો પાસેથી લાખો રૂપિયાના શાકભાજીની ખરીદી કરવામાં આવે છે.

આ વિશાળ સેવાકાર્ય ચલાવવામાં 3,000 થી વધુ લોકો સીધી રોજગારી મેળવે છે, જ્યારે 1,000 થી વધુ લોકો દરરોજ ભોજન પીરસવામાં સામેલ છે. મહાકુંભની અસર માત્ર શ્રદ્ધાળુઓ સુધી જ સીમિત નથી, પરંતુ તેનાથી 10,000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ મેળવે છે. સ્થાનિક ખેડૂતો, દૂધ ઉત્પાદકો, શાકભાજી વિક્રેતાઓ અને નાના વેપારીઓને આ અવસરનો સીધો લાભ મળી રહ્યો છે. જેનાથી તેમનું જીવનધોરણ સુધારવાની સાથોસાથ આર્થિક સમૃદ્ધિ પણ વધી રહી છે.

અદાણી ગ્રૂપ અને ઇસ્કૉન દ્વારા મહાપ્રસાદ સેવા થકી એ સાબિત થયુ છે કે, જ્યારે મોટી સંસ્થાઓ સામાજિક જવાબદારીઓની સમજ સાથે કામ કરે છે ત્યારે સમગ્ર સમાજ પર તેની વ્યાપક અને સકારાત્મક અસર પડે છે. મહાકુંભમાં આ સેવા માત્ર પ્રસાદ વિતરણ પુરતી સીમિત નથી પરંતુ તે રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણનું એક સશક્ત માધ્યમ પણ બની છે. આ ઐતિહાસિક ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે આસ્થા, સેવા અને રોજગાર ભેગા થાય છે ત્યારે સમગ્ર સમાજને તેનો લાભ મળે છે. પ્રયાગરાજ મહાકુંભની આ પહેલ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નથી, પરંતુ હજારો પરિવારોના જીવનમાં પરિવર્તનનું ઉદાહરણ પણ બની છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches