Saturday, July 4, 2026
HomeGUJARAT GROUNDAHMEDABADગુજરાતમાં લગભગ ₹1.24 લાખ કરોડનું રોકાણ ધરાવતા 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ થકી આશરે...

ગુજરાતમાં લગભગ ₹1.24 લાખ કરોડનું રોકાણ ધરાવતા 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ થકી આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે

Share:
સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વ્યાપક રાજ્ય સહાય પૂરી પાડતી સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
ગુજરાતમાં વિવિધ સહાયક અને આધારભૂત ઉદ્યોગોની સ્થાપના દ્વારા વ્યાપક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો થઈ રહ્યો છે ઝડપી વિકાસ

ગાંધીનગર, 4 જુલાઈ : સ્માર્ટફોનથી લઇને ઇલેક્ટ્રિક વાહનો તેમજ ડિફેન્સ સંબંધિત ઉપકરણો માટે સેમિકન્ડક્ટર ચિપ્સ ખૂબ જ જરૂરી છે. વૈશ્વિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં ‘મેક ઇન ઇન્ડિયા’ થકી આત્મનિર્ભર ભારતના નિર્માણ પર ભાર મૂક્યો છે. સેમિકન્ડક્ટર્સના વ્યૂહાત્મક મહત્વને સમજીને આ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ભારતમાં ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)’ ની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો મુખ્ય હેતુ દેશમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (ચિપ ઉત્પાદન) અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવાનો તેમજ આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટેના વડાપ્રધાનશ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને આજે ગુજરાત ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આ ક્ષેત્ર માટે સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરવામાં આવી છે, અને આવી પોલિસી શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ છ મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ છ પ્રોજેક્ટ્સમાં મળીને અંદાજે ₹1.24 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, અને તેમના થકી ગુજરાતમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું સર્જન થવાની અપેક્ષા છે. તેનાથી ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતા વધુ મજબૂત થશે.

ગુજરાતમાં માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત, બાકીના ટુંક સમયમાં થશે શરૂ

ગુજરાતમાં મંજૂર થયેલા છ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેક્નોલોજી, CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, કેઇન્સ સેમિકોન, સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ કાર્યરત થઈ ચૂક્યા છે. માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોને સાણંદ GIDC ખાતે તેમની OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ) સુવિધાઓ સ્થાપિત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અનુક્રમે માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને બંને પ્લાન્ટ્સ હાલમાં કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે, CG Semi 4 જુલાઈથી તેની OSAT ફેસિલિટી ખાતે કમર્શિયલ પ્રોડક્શન શરૂ કરવા જઇ રહી છે, જે ગુજરાતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગની યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

સુચી સેમિકોનનો OSAT પાયલટ પ્લાન્ટ સુરતમાં પહેલેથી જ કાર્યરત છે, જે ભારતની સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ટેસ્ટિંગ ક્ષમતાના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. સુચી સેમિકોનની OSAT ફેસિલિટીને તાજેતરમાં ISM દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સની સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (Fab) સુવિધાનું નિર્માણ તેના એડવાન્સ્ડ સ્ટેજમાં છે અને આ સુવિધા ભારતની પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી બનશે. ઉપરાંત, ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન હેઠળ ક્રિસ્ટલ મેટ્રિક્સને પણ મંજૂરી આપવામાં આવી છે, જે ભારતનું પ્રથમ વ્યાવસાયિક મિની અને માઇક્રો-LED ડિસ્પ્લે ફેબ તથા પેકેજિંગ યુનિટ સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય ટુંક સમયમાં ધોલેરા SIR ખાતે શરૂ થવાની અપેક્ષા છે.
આ તમામ પ્રોજેક્ટ્સ સાથે મળીને, ફેબ્રિકેશન, એસેમ્બલી, પેકેજિંગ, ટેસ્ટિંગ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને આવરી લેતી સ્થિતિસ્થાપક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનનું નિર્માણ કરવાના ભારતના પ્રયાસોમાં ગુજરાતને અગ્રેસર બનાવે છે.

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ઇકોસિસ્ટમનો વિકાસ

મંજૂર થયેલા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ ઉપરાંત, ગુજરાતમાં વિવિધ સહાયક અને આધારભૂત ઉદ્યોગોની સ્થાપના દ્વારા વ્યાપક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ રાજ્યમાં કાર્યરત થઈ ચૂકી છે અથવા તો રાજ્યમાં સ્થાપિત થવાની જાહેરાત કરી ચૂકી છે, જેમાં લિન્ડે, તાઇવાનની TSMT, જાપાન ની TNSI , ફુજીફિલ્મ અને નિપ્પોન એક્સપ્રેસ, જર્મની ની ઇન્ફિનિયોન ટેક્નોલોજીસ, મલેશિયાની હોતાયી, તેમજ અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આવા ભાગીદારોની હાજરી એક સંકલિત સેમિકન્ડક્ટર ક્લસ્ટર બનાવી રહી છે, જે મોટાપાયે ફેબ્રિકેશન અને પેકેજિંગ કામગીરીને ટેકો આપી શકે છે.

આ ઉપરાંત, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી કે જે ભારત સરકારની SPECS (સ્કીમ ફોર પ્રમોશિન ઑફ ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ) યોજના સાથે સુસંગત છે, તે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન પ્રવૃત્તિઓના સમગ્ર ક્ષેત્રને સમર્થન આપે છે, જેમાં કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, પેકેજિંગ અને ટેસ્ટિંગ સુવિધાઓ, મટિરિયલ સપ્લાયર્સ, ઇક્વિપમેન્ટ પ્રોવાઇડર્સ, અલ્ટ્રા-હાઇ પ્યોરિટી ગેસના ઉત્પાદકો અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વિશેષ કેમિકલ્સનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણાં મંત્રાલયે તાજેતરમાં ISM 2.0 માટે ₹1.25 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપી છે, જેને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે ,જે ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતાને વધુ ઊંડી બનાવશે.

નાણાકીય પ્રોત્સાહનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પહેલો, ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપતી પહેલો તેમજ પારદર્શક શાસન દ્વારા ગુજરાતનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર હબ બનાવવાનો છે, જે રાષ્ટ્રીય સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશ્યોને પૂરા કરવામાં મદદરૂપ બને.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches