Wednesday, March 19, 2025
HomeMAIN NEWSGUJARAT GROUNDઅમદાવાદમાં યોજાયેલ ભારતના સૌથી મોટા કોલ્ડપ્લે કૉન્સર્ટે ગુજરાતનાં પ્રવાસન તથા અર્થતંત્રને આપ્યો...

અમદાવાદમાં યોજાયેલ ભારતના સૌથી મોટા કોલ્ડપ્લે કૉન્સર્ટે ગુજરાતનાં પ્રવાસન તથા અર્થતંત્રને આપ્યો જોરદાર વેગ

Share:

કોલ્ડપ્લેટ કૉન્સર્ટમાં 2.5 લાખથી વધુ રેકૉર્ડબ્રેક લોકોની હાજરીએ સ્થાપ્યા અનેક નવા કીર્તિમાનો

બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી, રૂપિયા  66 લાખની આવક, મુસાફરીમાં વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો

48 કલાકમાં 1500 ટનથી વધુ કચરાનો નિકાલ, ત્રણ દિવસમાં એરપોર્ટ પર 900 ફ્લાઇટ્સ પહોંચી

જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, વાહન-વ્યવહાર તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને સ્વચ્છતાની કામગીરીથી દર્શકો મંત્રમુગ્ધ

ગાંધીનગર, 30 જાન્યુઆરી :  વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બૅંડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કૉન્સર્ટ અમદાવાદમાં ગત 25 અને 26 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાયો હતો. બે દિવસીય આ કૉન્સર્ટમાં ભાગ લેવા માટે 1.3 લાખ લોકોએ ટિકીટ ખરીદી હતી અને આ ભવ્ય સમારોહમાં સામેલ થવા માટે અંદાજે 2.5 લાખ જેટલા લોકો શહેરમાં પહોંચ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડેપગે રહીને પૂરતો સહયોગ આપ્યો હતો. રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટીમૉડલ ટ્રાંસપોર્ટેશન અને ઇમરજંસી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું. 1.3 લાખ લોકોએ એક સાથે આ કૉન્સર્ટને માણ્યો. તેથી સંખ્યાની દૃષ્ટિએ આ કોલ્ડપ્લે અત્યાર સુધી ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે શો બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ‘ઉત્કર્ષ ઓડિશા- મેક ઇન ઓડિશા કૉન્ક્લેવ 2025’ કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં ભારતમાં કોલ્ડપ્લે કૉન્સર્ટની સફળતા અને દેશમાં કૉન્સર્ટ ઇકોનોમીની વ્યાપક તકો અંગે રાજ્યો અને ખાનગી ક્ષેત્રોને આ બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું, “આપે મુંબઇ અને અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લે કૉન્સર્ટની શાનદાર તસવીરો જોઈ હશે. આ એ વાતનું પ્રમાણ છે કે લાઇવ કૉન્સર્ટ માટે ભારતમાં કેટલો સ્કૉપ છે ! વિશ્વના દિગ્ગજ કલાકારો ભારત તરફ આકર્ષિત થઈ રહ્યાં છે. કૉન્સર્ટ ઇકોનૉમીથી પ્રવાસન પણ વધે છે અને બહોળી સંખ્યામાં નોકરીઓ પણ સર્જાય છે. હું રાજ્યો અને ખાનગી ક્ષેત્રોને આગ્રહ કરું છું કે તેઓ કૉન્સર્ટ ઇકોનૉમી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે.”

વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકે રાજ્યની પ્રતિષ્ઠા મજબૂત બની : મુખ્યમંત્રી

આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના સફળ આયોજન અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ ગુજરાતે વર્ષ 2023માં જી-20 સમિટ અને ક્રિકેટ વિશ્વ કપ (આઈસીસી મેન્સ વર્લ્ડકપ ટૂર્નામેંટ) જેવા કાર્યક્રમોની સફળતાપૂર્વક યજમાની કરી છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે રાજ્યમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કૉન્સર્ટની સફળતા રાજ્યની વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.”

બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી, વર્લ્ડકપનો રેકૉર્ડ તૂટ્યો

કોલ્ડપ્લે કોન્સર્ડ દરમિયાન ગુજરાત સરકારે ૩ દિવસમાં વધુને વધુ લોકોને બસ, ટ્રેન અને મેટ્રો સેવાનો લાભ મળે; તે સુનિશ્ચિત કર્યું હતું. કૉન્સર્ટના બે દિવસોમાં અમદાવાદ મેટ્રોએ સૌથી વધુ મુસાફરીનો માઇલસ્ટોન નોંધાવ્યો હતો કે જેમાં રૂપિયા 66 લાખની આવક થઈ હતી. આ બે દિવસ દરમિયાન કુલ 4,05,264 લોકોએ મેટ્રોની મુસાફરી કરી હતી. કૉન્સર્ટ દરમિયાન મેટ્રોએ ટ્રિપની સંખ્યા વધારી હતી અને બે દિવસમાં કુલ 833 ટ્રિપ કરી હતી. આ અગાઊ ક્રિકેટ વર્લ્ડકપ અને આઈપીએલ દરમિયાન સૌથી વધુ મુસાફરી નોંધાઇ હતી. 14 ઓક્ટોબર, 2023ના રોજ ક્રિકેટ વિશ્વ કપ 2023 દરમિયાન ભારત અને પાકિસ્તાનની મૅચના દિવસે 1,42,972 લોકોએ મુસાફરી કરી હતી અને વિશ્વ કપની ફાઇનલ મૅચ દરમિયાન 19 ઓક્ટોબર 2023ના રોજ 1,37,801 લોકોએ મુસાફરી કરી હતી. આઈપીએલ 2024ની ફાઇનલ મૅચના દિવસે 22 મે, 2024ના રોજ મુસાફરીનો આંકડો 1,65,504નો રહ્યો હતો.

જડબેસલાક સુરક્ષા અને વાહન-વ્યવહાર વ્યવસ્થા

આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી દર્શકો અમદાવાદ પહોંચવાના હોવાથી રાજ્ય સરકાર તરફથી સુરક્ષા અને વાહન-વ્યવહાર માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તરફથી ઉચ્ચ અધિકારીઓ સહિત 1800થી વધુની ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. કાર્યક્રમની ચોક્કસ દેખરેખ માટે 2 પોલીસ કંટ્રોલ રૂમ અને 2 સીસીટીવી કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા હતા કે જેમાં 470 જેટલા સીસીટીવીથી દેખરેખ કરવામાં આવી હતી. પોલીસ પેટ્રોલિંગ ટીમ દ્વારા કાર્યક્રમના વિસ્તારની આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. ઇમરજંસી રિસ્પૉન્સ માટે કાર્યક્રમ સ્થળે 2 હૉસ્પિટલ હંગામી ધોરણે કાર્યરત કરીને 10 એમ્બ્યુલંસ સ્ટૅંડબાય રાખવામાં આવી હતી. ટ્રાફિકને ધ્યાનમાં લઈને  17 પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા હતા કે જેમાં 8 હજાર જેટલા વાહનો પાર્ક કરી શકાય.

48 કલાકમાં 1500 ટનથી વધુ કચરાનો નિકાલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતાની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ સફાઈ માટે 492 સ્વચ્છતા કર્મચારીઓ સાથે 14 જેસીબી મશીનો અને 27 ટ્રક ફાળવવામાં આવ્યા હતા. 12 સ્વીપર મશીનોની મદદથી સફાઈની કામગીરી કરવામાં આવી હતી અને 5 કૉમ્પેક્ટર અને વધારાના 10 એસડબ્લ્યુએમ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 48 કલાકની અંદર 1550 ટન જેટલા કચરાને એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. 

3 દિવસમાં 900થી વધુ ફ્લાઇટ્સની અવરજવર, સ્થાનિક અર્થતંત્રને વેગ ત્રણ દિવસમાં અમદાવાદ ઇંટરનેશનલ ઍરપોર્ટ પર 900થી વધુ ફ્લાઇટ્સ પહોંચી હતી કે જે સામાન્ય દિવસો કરતા લગભગ બમણી સંખ્યા છે. આ દિવસો દરમિયાન ભારતભરમાંથી અમદાવાદ પધારેલા મહેમાનોએ કૉન્સર્ટ ઉપરાંત અમદાવાદ શહેરના આકર્ષક પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી તેમજ ગુજરાતના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેના લીધે શહેરના પ્રવાસનને વેગ મળવાની સાથે અમદાવાદની હોટેલ્સ, રેસ્ટોરેંટ્સ, શહેરી વાહન-વ્યવહાર વિભાગ તેમજ સ્થાનિક વેંડર્સને કોલ્ડપ્લે કૉન્સર્ટ થકી આવકનો મોટો સ્ત્રોત ઊભો થયો હતો.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335