Wednesday, March 19, 2025
HomeMAIN NEWSGUJARAT GROUNDમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ - BIS...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ – BIS નો ૭૮મો સ્થાપના દિવસ ઉજવાયો

Share:

ક્વોલિટી કોન્કલેવમાં મુખ્યમંત્રીશ્રીએ ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએઝિરો ઇફેક્ટ-ઝિરો ડીફેક્ટના ધ્યેય સાથે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

-:મુખ્યમંત્રીશ્રી:-

  • સરકાર દ્વારા નાગરિકોને મળતી સેવા – સુવિધાઓમાં પણ ગુણવત્તા – સ્ટાન્ડર્ડ પ્રસ્થાપિત કરવાનું વર્ક કલ્ચર વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં વિકસ્યું છે.
  • મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001- 2015 સર્ટીફીકેસન ક્વોલિટી પબ્લિક સર્વિસ ડિલિવરી માટે મળેલું છે.
  • રાજ્ય સરકારે પ્રોક્યોરમેન્ટ પોલીસી ૨૦૨૪માં BIS પ્રોડક્ટને ખરીદીમાં પ્રેફરન્સ આપવાની નેમ રાખી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઈફેક્ટ ઝિરો ડિફેક્ટના ધ્યેય સાથે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટસ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે.

ભારતીય માનક બ્યુરો – બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે શાળાના બાળકોમાં ગુણવત્તા અને માનકને પ્રોત્સાહિત કરતી ગુજરાતી કોમિક બુકનું વિમોચન તથા ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ની ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓનું ટ્રોફી અર્પણ કરીને સન્માન પણ કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનવા તરફ ગતિ કરી રહ્યું છે. આ માટે આપણા ઉત્પાદનો, સેવાઓ, પ્રોડક્ટસ બધું જ વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરે તેવું સક્ષમ બનાવવામાં ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાન આપે છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ક્વોલિટી અને સસ્ટેઈનેબલિટીને જે મહત્વ અપાયું છે તેના પરિણામે આજે ઇન્ડિયન પ્રોડક્ટસની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડની અગાઉ જે ઇમેજ હતી તેમાં ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, એક વ્યક્તિથી દેશ, દેશના ઉત્પાદનો, સેવાઓની ગુણવત્તા બધામાં કેટલો મોટો ક્વોલિટેટીવ બદલાવ આવી શકે તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે .

તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં 2016 માં જે નવા BIS અધિનિયમો લાગુ કરવામાં આવ્યા તેના પરિણામે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશને વેગ મળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોની માંગ અને અપેક્ષા બેય વધ્યા છે અને ક્વોલિટી પ્રોડક્ટ સાથે ગુજરાતે પબ્લિક ડિલિવરી સિસ્ટમ પણ ગુણવત્તા યુક્ત અને ઝડપી બનાવી છે.

ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં એવું વર્ક કલ્ચર વિકસાવ્યું છે કે લોકોને સરકાર દ્વારા મળતી વિવિધ સેવાઓમાં પણ ગુણવત્તા અને માનક જળવાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતા ઉમેર્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ૨૦૦૯માં ગુજરાત સી.એમ. ઓફિસે ISO 9001 ક્વોલિટી સર્ટીફીકેશન મેળવવાનું ગૌરવ મેળવેલું છે.

મુખ્યમંત્રી કાર્યાલયે આ પરંપરાને હાલ પણ આગળ ધપાવતા ૨૦૨૪ થી ૨૦૨૬ ના સમયગાળા માટે ISO 9001-2015 સર્ટીફીકેશન ક્વોલિટી પબ્લિક ડિલિવરી સિસ્ટમ માટે મેળવ્યું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા અને માનકને મહત્તા આપતાં પ્રોક્યોરમેન્ટ પોલિસી ૨૦૨૪માં પણ BIS સર્ટિફિકેશન ધરાવતી પ્રોડક્ટસ વસ્તુઓની ખરીદીને પ્રેફરન્સ આપવામાં આવે છે.

ભારતીય માનક બ્યુરો અમદાવાદના ડાયરેક્ટર શ્રી સુમિત સેંગરે સ્વાગત પ્રવચનમાં આ કોન્કલેવના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે BIS અને ગુજરાત સરકારે સાથે મળીને રાજ્યમાં ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ માટે જે વિવિધ પહેલો કરી છે તેની વિગતો આપી હતી.

BIS દ્વારા સમગ્ર દેશમાં ૧૦ હજાર સ્ટાન્ડર્ડ ક્લબ્સ ઉભી કરવામાં આવી છે તેમાંથી ૧૨૦૦ ક્લબ ગુજરાતમાં કાર્યરત છે. આવી ક્લબનો ઉદેશ્ય માનક અને ગુણવત્તા વિશે વિદ્યર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે.
દેશમાં આપવામાં આવતા BIS લાયસન્સના ૧૨ ટકા ગુજરાતમાં અપાય છે તેની પણ વિગતો શ્રી સુમિત સેંગરે આપી હતી. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ભારતીય માનક બ્યુરો પોતાની ભૂમિકાનું નિર્વહન હિત ધારકો સાથે મળીને કરવા પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી સંદીપ એન્જિનિયરે આ ઉજવણીમાં GCCIને સહભાગી થવાની મળેલી તક માટે આભાર વ્યક્ત કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

આ કોન્કલેવમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉદ્યોગકારો ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335