Wednesday, March 19, 2025
HomeBBN-EXCLUSIVE(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ

(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ

Share:

હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે-આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

****

રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા ૨ મહિનાના બાળકનું HMPV સેમ્પલ પોઝિટિવ જણાયું : હાલ બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ

****

રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત – કેસના મોનીટરીંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ

****

નાગરિકોએ HMPV વાઈરસના ચેપના લક્ષણો સમજીને શું કરવું અને શું ન કરવું એની સમજણ કેળવવી આવશ્યક

ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.

સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ વાઇરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો

  • મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
  • વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
  • આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do’s) ?

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
  • તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don’ts):

  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
  • ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

હાલમાં, ગુજરાતમાં HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકના સેમ્પલ HMPV પોઝિટિવ જણાયા છે,હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે.

 રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા, ઉપર જણાવેલા સૂચનો અપનાવવા  અને વાઇરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવ્યું છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335