Sunday, June 15, 2025
HomeBBN-EXCLUSIVE“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે...

“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

Share:

ગુજરાતના નાગરિકોએ માત્ર ગણતરીના દિવસોમાં જ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો

આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાયા; જેમાં ૨.૩૨ લાખથી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા

ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” અભિયાનનો ગત તા. ૨૨ મેથી પ્રારંભ થયો છે, જે તા. ૫ જૂન સુધી યોજાશે. આ અભિયાનમાં સક્રિયતાપૂર્વક ભાગ લઇ ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મજબૂત આગેવાની લીધી છે.

આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજનમાં જન ભાગીદારી અને ઉદ્યોગોની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ પૂર્વ થઇ રહી છે.

રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં સાફ-સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, દરિયાકાંઠાની સફાઈ, ઇ-બાઈક રેલી, શેરી નાટકો, કાપડની થેલીઓનું વિતરણ, સેમિનાર અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે અમલીકરણ પગલાં જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં કચરાનું વર્ગીકરણ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને મિશન લાઇફ પ્રતિજ્ઞા પર સેમિનાર એ દરેક સત્રનો અભિન્ન ભાગ હતો.

સમાજના દરેક વર્ગના લોકો આ અભિયાનમાં પૂરા મનથી જોડાયા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ક્લાયમેટ ચેન્જ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તેમજ ઉદ્યોગ તથા ખાણ-ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ પર્યાવરણીય મહાયજ્ઞમાં રાજ્યની પ્રાદેશિક કક્ષાની કચેરીઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ઉદ્યોગો તથા સંસ્થાઓ પણ સહભાગી થઇ હતી.

આ ઝુંબેશની પહોંચ વધારવા માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટરો, હોર્ડિંગ્સ અને બેનરો સાથે સમગ્ર ગુજરાતમાં ૧૫ દિવસનું રેડિયો જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરાનો નિકાલ, લાખો લોકો સુધી પહોંચેલો જન જાગૃતિનો સંદેશ, અને હજારો નવા રોપાયેલા વૃક્ષો – ગુજરાતની પર્યાવરણ ગાથામાં એક સુવર્ણ પ્રકરણ લખી રહ્યા છે. ગુજરાતનો દરેક નાગરિક પર્યાવરણને બચાવવાના યુદ્ધમાં એક સૈનિક બની રહ્યો છે. આ એક પરિવર્તનની લહેર છે. જેમાં ગુજરાતે ખરા અર્થમાં એક ‘ગ્રીન લીડર’ તરીકે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. રાજ્ય સરકારની પહેલ, આટલા કાર્યક્રમો પુરતી નથી પણ એક લાંબા સફરની શરૂઆત છે. આ સફર નિરંતર શરુ રેહશે જેમાં આવનારી પેઢીઓ પણ ભાગલઇ અને પ્રેરણા લેશે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches