Sunday, June 15, 2025
HomeBBN-EXCLUSIVEઅદાણી એરપોર્ટ્સે વૃદ્ધિના આગલા તબક્કાને વેગ આપવા USD 750 મિલિયનનું વૈશ્વિક ધિરાણ...

અદાણી એરપોર્ટ્સે વૃદ્ધિના આગલા તબક્કાને વેગ આપવા USD 750 મિલિયનનું વૈશ્વિક ધિરાણ મેળવ્યું

Share:

અમદાવાદ, ૪ જૂન ૨૦૨૫: ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.એ આંતરરાષ્ટ્રીય બેંકોના કન્સોર્ટિયમમાંથી એકસટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ઇસીબી) મારફત USD 750 મિલિયન એકત્ર કર્યા છે. ફર્સ્ટ અબુ ધાબી બેંક, બાર્કલેઝ પીએલસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા આ વ્યવહારની દોરવણી કરવામાં આવી હતી.

આ રકમનો ઉપયોગ વર્તમાન કરજના પુર્નધિરાણ, આંતરમાળખાની કક્ષા ઉંચે લાવવા અને અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ સહિતના છ એરપોર્ટ્સના છૂટક એફ એન્ડ બી, ડ્યુટી ફ્રી અને એરપોર્ટના માળખાની વિવિધ સેવાઓ સહિત એરપોર્ટસની કાર્યક્ષતાને વિસ્તારવા તથા બિન-એરોનોટિકલ વ્યવસાયો સંબંધી કાર્ય માટે કરવામાં આવશે.

અદાણી એરપોર્ટ્સ હોઈડીંગ્સ લિ.એ નાણાકીય વર્ષ 2024-25માં 110 મિલિયન મુસાફરોની એકંદર ક્ષમતા સામે 94 મિલિયન મુસાફરોને સેવા આપી હતી, વધુમાં તેનો હેતુ 2040 સુધીમાં તબક્કાવાર વિકાસ દ્વારા વાર્ષિક 300 મિલિયન મુસાફરોની ક્ષમતા હાંસલ કરવાનો છે. આ રોડમેપના ભાગ રૂપે નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાની મથક ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે, જેમાં પ્રથમ તબક્કામાં 20 મિલિયન મુસાફરો ઉમેરવામાં આવ્યા છે, જેમાં તબક્કાવાર વાર્ષિક 90 મિલિયન ક્ષમતાના વિસ્તરણ સાથે મુંબઈ ક્ષેત્રના ઉડ્ડયન આંતરમાળખાના વિકાસને નોંધપાત્ર રીતે વેગ મળશે.

કંપનીના સી.ઇ.ઓ. અરુણ બંસલે જણાવ્યું હતું કે “અગ્રણી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓએ અમારા પર મૂકેલો વિશ્વાસ ભારતના ઉડ્ડયન માળખાના લાંબા ગાળાના મૂલ્ય અને સંભાવનાઓ પર ભાર મૂકે છે. કંપની પ્રવાસી જનતાને એરપોર્ટની અસાધારણ સેવાઓનો અનુભવ કરાવવા માટે નિરંતર કામગીરી સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને એરપોર્ટના નેટવર્કનું ટકાઉપણું અને સામુદાયિક જોડાણને પ્રાથમિકતા આપવાના માર્ગ પર આગળ વધી રહી છે. ગ્રાહક-કેન્દ્રિત ઉકેલો લાવી સેવા અને ટકાઉપણામાં વૈશ્વિક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરવા સાથે વિશ્વ-સ્તરીય એરપોર્ટ માળખાનું વિશ્વ કક્ષાનું નિર્માણ કરવા માટે અદાણી એરપોર્ટ પ્રતિબદ્ધ છે.”

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches