Sunday, June 15, 2025
HomeBBN-EXCLUSIVEઅદાણી ગ્રુપે ₹ 74,945 કરોડનો કર ભર્યો

અદાણી ગ્રુપે ₹ 74,945 કરોડનો કર ભર્યો

Share:

અમદાવાદ, ૦૫ જૂન, ૨૦૨૫: વ્યવસાયની સાથોસાથ દેશના વિકાસલક્ષી કાર્યોમાં વિવિધ કર ભરપાઇ કરી સહભાગી થવા ઉદ્યોગ-વેપાર જગતનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. અદાણી ઉદ્યોગ સમૂહનું નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન સરકારી તિજોરીમાં કરના સ્વરુપમાં કુલ યોગદાન ૨૯ ટકા વધીને ₹ ૭૪,૯૪૫ કરોડ થયું છે જે તેની લિસ્ટેડ કંપનીઓના પોર્ટફોલિયો દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ₹ ૫૮,૧૦૪ કરોડ હતું,

આ ₹ ૭૪,૯૪૫ કરોડના યોગદાનમાંથી સીધો કર ₹ ૨૮,૭૨૦ કરોડ, આડકતરા વેરા ₹ ૪૫,૪૦૭ કરોડ, જ્યારે અન્ય ફાળો ₹ ૮૧૮ કરોડ ઉમેરાયો છે.

એક વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો, ₹ ૭૪,૯૪૫ કરોડની રકમ એ લાખો મુંબઇગરાઓની આંતર માળખાકીય જીવનરેખા છે એવા સમગ્ર મુંબઈના મેટ્રો નેટવર્કના નિર્માણના અંદાજીત ખર્ચ બરાબર કે આધુનિક ઓલિમ્પિકનું આયોજન કરવા માટે પણ મહદઅંશે પૂરતું છે.

અદાણી સમૂહની લિસ્ટેડ કંપનીઓમાં સૌથી અગ્રણી ફાળો આપનારાઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL), અદાણી સિમેન્ટ લિ. (ACL), અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) અને અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) સામેલ છે.

આ માહિતી અદાણી સમૂહની સાત લિસ્ટેડ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ લિ., અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ., અદાણી ગ્રીન એનર્જી લિ., અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ., અદાણી પાવર લિ., અદાણી ટોટાલ ગેસ લિ. અને અંબુજા સિમેન્ટ્સ લિ. દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સ્વતંત્ર વાર્ષિક અહેવાલોમાં આવરી લેવામાં આવી છે. આ રકમમાં ત્રણ અન્ય લિસ્ટેડ કંપનીઓ NDTV, ACC અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચૂકવવામાં આવતા કરનો પણ સમાવેશ થાય છે જે સાત કંપનીઓ દ્વારા રાખવામાં આવી છે.

અદાણી સમૂહે તેની સાત કંપનીઓની વેબસાઇટ પર ‘બેઝિસ ઓફ પ્રિપેરેશન એન્ડ એપ્રોચ ટુ ટેક્સ’ નામનો એક દસ્તાવેજ પણ પ્રકાશિત કર્યો છે, જે અદાણી જૂથના વૈશ્વિક કર અને અન્ય યોગદાનનું સંપૂર્ણ ચિત્ર પુરું પાડે છે.
અદાણી કંપનીઓના પોર્ટફોલિયો દ્વારા ભરપાઇ કરવામાં આવતા વૈશ્વિક કર, ડ્યુટી અને અન્ય ચાર્જ જેવા સીધા યોગદાન અન્ય હિસ્સેદારો વતી એકત્રિત કરીને ભરવામાં આવતા વૈશ્વિક કર અને ડ્યુટી જેવા પરોક્ષ યોગદાન તેમજ કર્મચારીઓના કલ્યાણ માટે સામાજિક સુરક્ષા વગેરે જેવા ક્ષેત્રોમાં યોગદાન આપવામાં આવ્યું છે.

વ્યાપક ESG માળખાનો અભિન્ન ભાગ ગણતા અદાણી ઉદ્યોગ સમૂહે કર પારદર્શિતાને અગ્રતા આપે છે.. અદાણી સમૂહ આ સ્વૈચ્છિક પહેલ મારફત પારદર્શિતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા, હિસ્સેદારોના વિશ્વાસને પ્રોત્સાહન આપવા સાથે વધુ જવાબદાર વૈશ્વિક કર વાતાવરણમાં યોગદાન આપવાનો હેતુ ધરાવે છે. વિકાસને સામાજિક જવાબદારી સાથે સુમેળ સાધવાનો અદાણી સમૂહ હંમેશા પ્રયાસ કરે છે જેનો ઉદ્દેશ્ય ભારતના માળખાગત નકશામાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવાનો છે.

નવા યુગમાં પ્રવેશી રહેલા વૈશ્વિક કરવેરાના વાતાવરણમાં ભવિષ્યલક્ષી કંપનીઓ સ્વેચ્છાએ કરવેરાનો પારદર્શિતા ફરજિયાત ના હોવા છતાં બહાર પાડી રહી છે. આવી કંપનીઓ કરવેરા પારદર્શિતાના ઉચ્ચતમ ધોરણોને આધાર બનાવવા ઉપરાંત વિશાળ રોકાણકારોનું ધ્યાન દોરી તેમની વધુ વિશ્વસનીયતા આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે અદાણી સમૂહે સરકારી તિજોરીમાં તેના વૈશ્વિક યોગદાન પર સ્વતંત્ર ખાતરીબધ્ધ અહેવાલ પૂરો પાડવા માટે એક વ્યાવસાયિક એજન્સીને નિયુક્ત કરી છે. આ માહિતી વાર્ષિક અહેવાલના કર પારદર્શિતા વિભાગમાં શામેલ છે અને વૈશ્વિક સ્તરે સમૂહની કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતા વિવિધ પ્રકારના કર અને અન્ય યોગદાન તેમજ કર પ્રત્યે જૂથના અભિગમની વિગતો પ્રદાન કરે છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches