મેંગલુરુ અને તિરુવનંતપુરમ ડિજીયાત્રા ઓફર કરનારા નવીનતમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
13 માર્ચ 2025: અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) ની ડિજીયાત્રા પહેલમાં મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઓનબોર્ડ કરવાની જાહેરાત કરી છે. હવે AAHL ના તમામ સાત કાર્યરત એરપોર્ટ મુસાફરોને ડિજીયાત્રાનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ મહત્વપૂર્ણ પગલું AAHL ની સીમલેસ પેપરલેસ અને કોન્ટેક્ટલેસ મુસાફરીના અનુભવને વધુ બહેતર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

AAHL ના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “15 ઓગસ્ટ 2023 ના રોજ શરૂઆતથી જ પાંચ એરપોર્ટ મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ અને ગુવાહાટીના મુસાફરોને ડિજીયાત્રાની સુવિધા પૂરી પાડી રહ્યા છે. મેંગલુરુ અને તિરુવનંતપુરમ એરપોર્ટ્સ પર ડિજીયાત્રાની સુવિધા પૂરી પાડવી એ મુસાફરોને વધુ સુવિધા અને સુરક્ષા પ્રદાન કરવાના AAHLના અભિગમને દર્શાવે છે. અમારા કેટલાક એરપોર્ટ પર એક દિવસમાં ડિજીયાત્રાનો 37 ટકા જેટલો વધુ ઉપયોગ મુસાફરોની તેમાં રૂચિ દર્શાવે છે. ડિજીયાત્રાની સુવિધાથી યાત્રાળુઓને મુસાફરીના અનુભવમાં નવો આયામ મળ્યો છે.”

AAHL એરપોર્ટ પર ડિજીટલ યાત્રાનો વ્યાપ
• ડિજીયાત્રા વ્યવહારોમાં સરેરાશ માસિક વૃદ્ધિ: છેલ્લા 9 મહિનામાં 14%
• AAHL એરપોર્ટ પર સરેરાશ 25% થી 30% મુસાફરો ઉપયોગ કરે છે
• 20 જાન્યુઆરી ’25 ના રોજ CSMIA ખાતે 37.1% મુસાફરોએ DigiYatraનો ઉપયોગ કર્યો: AAHL એરપોર્ટ પર તે દિવસે DigiYatraનો ઉપયોગ કરતા મુસાફરોની સૌથી વધુ ટકાવારી

ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રને અત્યાધુનિક ટેકનોલોજી અપનાવતા ડિજીયાત્રાનો અમલ એ મુસાફરોને વિશ્વ કક્ષાની સેવાઓ પૂરી પાડવાની AAHL ની પરિવર્તનશીલ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અદાણી એરપોર્ટ્સ પર લોંચીગ બાદ 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો છે.
ડિજીયાત્રા પહેલનો ઉદ્દેશ્ય પેપરલેસ અને મુશ્કેલીમુક્ત મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે, જેમાં એરપોર્ટ પર સીમલેસ પ્રવેશ માટે ચહેરાની ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ડિજીયાત્રા દ્વારા ઉપયોગમાં લેવાતી ચહેરાની ઓળખ ટેકનોલોજી વિવિધ ચેકપોઇન્ટ પર સીમલેસ પેસેજને સક્ષમ બનાવે છે. ડિજીયાત્રા ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને ટાળે છે, બાયોમેટ્રિક ડેટા દ્વારા મુસાફરોની ઓળખ ચકાસીને તે ઉચ્ચતમ સુરક્ષાના પૂરી પાડે છે. વળી ડિજીયાત્રાથી વિવિધ ટચપોઇન્ટ્સ પર રાહ જોવાના સમયમાં પણ ઘટાડો થાય છે. તેનાથી મુસાફરો સુરક્ષા અને ગોપનીયતામાં બાંધછોડ કર્યા વગર સરળ અને ઝડપી મુસાફરી કરી શકે છે.