Sunday, March 23, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADAAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)...

AAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC) નું પ્રદર્શન

Share:

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ SVPI અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

મોબાઇલ-ફર્સ્ટ, ડેટા-આધારિત પ્લેટફોર્મ, આયોજન, ઉપયોગ અને ઑપ્ટિમાઇઝેશન માટે વાસ્તવિક સમયની પરિસ્થિતિગત જાગૃતિ અને – ગમે ત્યારે, ગમે ત્યાં નિર્ણય લેવાની ક્ષમતાઓ સુનિશ્ચિત કરે છે.

 અમદાવાદ, ગુજરાત, ૭ માર્ચ ૨૦૨૫:  વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ અદાણી એરપોર્ટ્સ ઇનોવેટિવ ડિજિટલ પ્લેટફોર્મ સંચાલિત નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC) ઓન-ધ-ગોના સફળ લોન્ચ કરી એરપોર્ટ કામગીરીના સ્માર્ટ ભવિષ્ય તરફ એક સાહસિક કદમ ઉઠાવ્યું છે.

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામ મોહન નાયડુની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ અમદાવાદ ખાતે આ મહત્વપૂર્ણ સીમાચિહ્નનું ઉદ્ઘાટન કર્યું હતું.

પરંપરાગત બ્રીક-એન્ડ-મોર્ટાર કંટ્રોલ રૂમ સુધી મર્યાદિત AOCC હવે ડિજિટલી સક્ષમ મોબાઇલ-ફર્સ્ટ, ડેટા-સંચાલિત પ્લેટફોર્મમાં વિકસિત કરાયું છે. તે કોઈપણ સમયે ગમે ત્યાં વધુ સારું આયોજન, ઉપયોગ અને ઑપ્ટિમાઇઝેશન માટે વાસ્તવિક સમયની પરિસ્થિતિગત જાગૃતિ અને નિર્ણય લેવાની ક્ષમતાઓને સુનિશ્ચિત કરે છે.

aviio ની અદ્યતન ડિજિટલ ક્ષમતાઓ સાથે એરપોર્ટ્સની ટીમ અને હિસ્સેદારો હવે સફરમાં કામગીરીનું સંચાલન કરી શકે છે. તે AOCC ને પહેલા કરતાં વધુ ત્વરિત, પ્રતિભાવશીલ અને કાર્યક્ષમ બનાવે છે. aviio પ્લેટફોર્મને નિર્ણય લેનારાઓની વિશાળ શ્રેણીને ધ્યાનમાં રાખીને AAHL એરપોર્ટના સંચાલન માટેની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય અદ્યતન AI અને ML તકનીકોનો ઉપયોગ કરીને તમામ ડિજિટલ પરિવર્તન પહેલના કરોડરજ્જુ તરીકે એરપોર્ટ કામગીરીમાં વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કરવાનો છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું હતું કે “Aviio સંચાલિત નેક્સ્ટ જનરેશન AOCC ઓન-ધ-ગોનું લોન્ચિંગ દેશભરના અદાણી એરપોર્ટ માટે ગેમ-ચેન્જર બનશે. તે માત્ર ભૌતિક જગ્યાઓ સુધી જ મર્યાદિત નથી. વળી તેનાથી ઓપરેશનલ નિયંત્રણ આંગળીના ટેરવે આવી ગયું છે, તમામ એરપોર્ટ કાર્યોમાં તેનાથી ઝડપી પ્રતિભાવો, સીમલેસ સંકલન અને કાર્યક્ષમતામાં સુધારો થશે.”.

નવા AOCC માં APOC (એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ) નું એરપોર્ટ-વિશિષ્ટ ઉદાહરણ છે. તે એરસાઇડ સિચ્યુએશનલ અવેરનેસ ટર્મિનલ સિચ્યુએશનલ અવેરનેસ, ડેટા અને વિડીયો ફીડ્સ, ઓન-ગ્રાઉન્ડ એનાલિટિક્સ, પ્રિડિક્શન કેપેબિલિટી, એરસાઇડ અને ટર્મિનલ સાઇડમાં નિરીક્ષણનો રીઅલ ટાઇમ વ્યૂ, એસેટ ટ્રેકિંગ અને હેલ્થ મોનિટરિંગ જેવી સુવિધાઓ સાથે એરપોર્ટ કામગીરીને ટેકો આપશે. aviio પ્લેટફોર્મ AAHL ના તમામ વર્તમાન સાત એરપોર્ટ તેમજ નવી મુંબઈ ખાતેના તેના આગામી એરપોર્ટને પૂરી પાડશે.

આગામી પેઢીનું AOCC સરળ કામગીરી, સક્રિય નિર્ણય લેવાની અને હિસ્સેદારો વચ્ચે ઉન્નત સહયોગ સુનિશ્ચિત કરે છે. અદાણી એરપોર્ટ્સ ડિજિટલ નવીનતામાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે, તે સ્માર્ટ ભવિષ્ય માટે તૈયાર એરપોર્ટ મેનેજમેન્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches