મુંબઈ, 28 જાન્યુઆરી 2025: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઈએ)ની સંચાલક મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ લિ. (એમઆઈએલ) ટર્મિનલ 1 (ટી 1) ના પુનર્વિકાસ સાથે સીમાચિહ્નરુપ પરિવર્તન લાવવા સજ્જ છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ મુસાફરોની અનુભૂતિને ફરીથી આલેખવા સાથે ટકાઉપણા અને નવીનતામાં અભૂતપૂર્વ માપદંડો નક્કી કરશે. નવા ટર્મિનલનું નિર્માણ કાર્ય સંપન્ન થયા બાદ વાર્ષિક 2 કરોડ વધુ મુસાફરોનું સંચાલન કરવાની સમર્થતા હાંસલ કરવા સાથે તેની ક્ષમતામાં 42% જેટલો પ્રભાવશાળી વધારો કરશે, જેમાં મુંબઈના ગતિશીલ વિકાસનું પ્રતિબિંબ જોવા મળશે.
જેમ જેમ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન હબ તરીકે મુંબઈ આગળ વધી રહ્યું છે તેમ તેમ બે મિલિયન ચોરસ ફૂટના બિલ્ટ-અપ ક્ષેત્ર સાથેનું નવું ટર્મિનલ, ડિજિટાઇઝેશન અને ગ્રાહકોની સુખ સુવિધાની એક આગવી ઓળખ બનવા માટે સજ્જ છે. ઍરપોર્ટના કામકાજમાં વિક્ષેપ ઘટાડવાના હેતુથી ટર્મિનલ 1નું પુનર્નિર્માણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. તેના પ્રારંભિક તબક્કામાં હાલના માળખાને ધરમૂળથી નેસ્ત નાબૂદ કર્યા બાદ નવેમ્બર 2025 થી નવા ટર્મિનલના પુન: નિર્માણની કામગીરી શરૂ થશે. સમગ્ર પ્રક્રિયા દરમ્યાન મુસાફરોની સગવડતા અને સલામતી અગ્ર સ્થાને રહે તે કંપની સુનિશ્ચિત કરશે.નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથક સાથે છત્રપતિ શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રીય વિમાની મથકનું ટર્મિનલ 2 ચાલુ વર્ષ-2025 માં કાર્યરત થવાનું છે જે ટી 1 ના ડિમોલિશન દ્વારા સર્જાયેલ ક્ષમતાના તફાવતનું સંચાલન કરશે. મુંબઈ શહેર અને મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશ (એમએમઆર) બંનેની વધતી માંગને પહોંચી વળવા માટે ઍરપોર્ટ મુસાફરો અને ફ્લાઇટના સમયપત્રકને ભેગા મળીને સમાવશે.
અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના ડિરેક્ટર શ્રી જીટ અદાણીએ વિકાસની ગતિવિધી વિષે જણાવ્યું હતું કે, “સીએસએમઆઈએની ટીમ રોજબરોજની કામગીરી અથવા મુસાફરોને ઓછામાં ઓછી અગવડ સાથે સરળતાથી સંક્રમણ થાય તેની ખાતરી કરવા માટે અમારા હિસ્સેદારો સાથે મળી અથાક મહેનત કરી રહી છે. પુન:નિર્માણનું આ કાર્ય માત્ર ક્ષમતાના વિસ્તરણ પૂરતુ જ સીમિત નથી પરંતુ વૈશ્વિક નકશામાં આપણા મહાનગર મુંબઈ શહેરના સ્થાનની ભવિષ્યની સાબિતી વિશે છે. અમારા મુસાફરોનેે તેઓની અપેક્ષા મુજબની અપવાદરૂપ સેવા પૂૂરી પાડવી તે અમારી અગ્રતા છે. એમ તેમણે કહ્યું હતું.
સીએસએમઆઈએ ખાતેનું નવું ટર્મિનલ-1 વર્ષ 2028-29 માં પૂર્ણ થયા બાદ ટકાઉ નવીનીકરણના દ્રષ્ટાંત તરીકે ઉભું રહેશે, જે પર્યાવરણની સભાનતા સાથે કરવામાં આવેલી ઍરપોર્ટની ડિઝાઇન એક વૈશ્વિક બેંચમાર્ક પ્રસ્થાપિત કરી રહી છે. સીએસએમઆઈએ ખાતેનું ટર્મિનલ- 1 ભારતનું સર્વ પ્રથમ બ્રાઉનફિલ્ડ, બાયોફિલિક, સસ્ટેનેબલ ઍરપોર્ટ બનવાનો ઇરાદો ધરાવે છે.
નવા ટર્મિનલ 1ની ડિઝાઇનના મૂળમાં પ્રવાસીઓની સવલતો અને તેની અનુભૂતિ મુખ્ય છે. જેમાં સમગ્ર પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગની સંપૂર્ણ સુધારણા આંતરરાષ્ટ્રીય સેવાઓના ભાવિ એકીકરણને બહાલ કરી સ્થાનિક ઘર આંગણાના કામકાજની સેવાઓ પૂરી પાડશે. વાર્ષિક 20 મિલિયન મુસાફરોની ક્ષમતા સાથે આ ટર્મિનલ ભારતના ઉભરતા ઉડ્ડયન બજારની વધતી માંગને પહોંચી વળવા ઉપરાંત પુન:નિર્માણના આ કાર્યમાં અત્યાધુનિક આંતરમાળખાને જડમૂળથી અપગ્રેડ્સ કરવામાં આવશે, જેમાં ડિસ્ટ્રીકટ કુલિંગ,આધુનિક સબસ્ટેશન અને ક્રાંતિકારી બેગેજ હેન્ડલિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉન્નતીકરણ એ ઍરપોર્ટ કામગીરીના એરસાઇડ અને લેન્ડસાઇડ બંનેના દરેક પાસાને વધારશે. મલ્ટિ-મોડલ ટ્રાંઝિટ હબ એ મુંબઈની હવાઇ, રેલ અને માર્ગ નેટવર્ક્સનું પરસ્પર જોડાણ હશે.આથી મુસાફરો બેરોક કનેક્ટિવિટીનો અનુભવ કરી શકશે-મેટ્રોથી સીધી ભૂગર્ભ બસ સ્ટેશનોની એક્સેસથી-ભાવિ-પ્રૂફ ગેટવેનું સર્જન કરશે જે ભારતમાં સફરને ફરીથી વ્યાખ્યાયિત કરશે. પ્રકૃતિથી પ્રેરિત થઇ પ્રવાસીઓના ઉત્થાન અને તેઓને ઉર્જાવાન બનાવવાના ધ્યેયથી બનાવવામાં આવેલી આ ટર્મિનલની બાયોફિલિક ડિઝાઇન ઇન્ડોર ગ્રીનરી, કુદરતી પ્રકાશ અને ખુલ્લી જગ્યાઓનો હરિયાળો નજારો દર્શાવશે.સમુદ્રના તરંગોની પ્રવાહી ગતિથી પ્રેરણા લઇ રચાયેલ તેના આર્કિટેક્ચરમાં ભાવિ, તરંગ-પ્રેરિત સ્વરૂપો સામેલ કરવામાં આવશે, જે પર્યાવરણીય-જાગૃત આવતી કાલના વિમાન મથકો માટે એક બોલ્ડ નવો બેંચમાર્ક પ્રસ્થાપિત કરશે
ટર્મિનલ 1 નું પરિવર્તન ઓછામાં ઓછા અંતરાયને સુનિશ્ચિત કરી નવેમ્બર 2025માં કાળજીપૂર્વક આયોજિત તબક્કામાં આગળ વધશે, બાંધકામ દરમિયાન, ટર્મિનલ 2 (ટી 2) વધારાના ટ્રાફિકને વહન કરશે
ડિજિયાત્રા જેવી સેલ્ફ-બેગેજ ડ્રોપ અને ઇ-ગેટ્સ જેવી અદ્યતન તકનીકીઓ વધતા જતા પ્રવાસીઓના સરળ આવાગમનને સુનિશ્ચિત કરશે. મુસાફરીના સમયગાળા દરમિયાન પ્રવાસીઓને સહાય કરવા માટે વધારાના સર્વિસ સ્ટાફ મુખ્ય સ્થળોએ તૈનાત કરવામાં આવશે. અવિરત ફ્લાઇટના સમયપત્રકની ખાતરી કરવા માટે એરલાઇન્સ અને અન્ય હિસ્સેદારોને આગોતરી જાણ કરવામાં આવશે