Sunday, March 23, 2025
HomeBBN-EXCLUSIVEશું કાશ્મીરમાં કશુંક ‘મોટું’ થવાનું છે! કોરોના સંકટ વચ્ચે પણ ચાલી રહ્યું...

શું કાશ્મીરમાં કશુંક ‘મોટું’ થવાનું છે! કોરોના સંકટ વચ્ચે પણ ચાલી રહ્યું છે મોદીનું ‘MISSION KASHMIR’?

Share:

પાકિસ્તાન ‘ભૂલી’ ન શકે, તો ભારતનું ‘સ્મરણ’ પણ અનંત છે…

એક ‘યુદ્ધ’ લડી રહેલું ભારત શું બીજા ‘યુદ્ધ’ માટે વિવશ છે?

કોરોના સંક્રમણકાળમાં પણ ‘સખણું’ નથી રહી રહ્યું પાકિસ્તાન

હંદવારામાં હદ થઈ ગઈ : ભારત હવે ‘મૂળ’નો નાશ કરવાના મૂડમાં

વિશ્લેષણ :કન્હૈયા કોષ્ટી, ગુજરાતી અનુવાદ : કવિ પ્રકાશ ‘જલાલ’
અમદાવાદ (5 મે, 2020) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર, તમામ મંત્રિમંડળના સહયોગીઓ તથા તમામ વહીવટી અને અધિકારીઓ હાલમાં રાષ્ટ્ર પર આવી પડેલી કોરોના વાઇરસ (CORONA VIRUS)ની વૈશ્વિક મહામારી કોવિડ 19 (COVID 19)ની સામે યુદ્ધ લડી રહ્યા છે. દેશના ખૂણે-ખૂણે કોરોનાનાં મૂળ તથા તેની સાંકળોને ઉખાડીને ફેંકી દેવાનું અભિયાન ચાલી રહ્યું છે.
આ બધાની વચ્ચે ભારતના મસ્તકને રક્તરંજિત કરી દેવાના સમાચારોને વધારે મહત્ત્વ મળી ન શક્યું. ઘટના એવી છે કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેના (INDIAN ARMY)ના એક કર્નલ, એક મેજર સહિત પાંચ જવાનો શહીદ થયાં છે અને અન્ય એક આતંકવાદી હુમલામાં કેન્દ્રીય અનામત પોલીસ દળ (કેરિપુબ-CRPF)ના ત્રણ જવાનોએ બલિદાન આપી દીધાં.
જોકે આજે શાસનથી માંડીને પ્રજા સુધી ભલે આ સમયે રાક્ષસી મોઢાની જેમ લોકોને ગળી રહેલા કોવિડ 19ની જ ચર્ચા હોય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર આ રાષ્ટ્રીય સંકટની વચ્ચે પણ રાષ્ટ્રીય સલામતીની બાબતમાં માત્ર સતર્ક જ નથી, વરન્ છેલ્લા 36 કલાકમાં સર્જાયેલા આ ઘટનાક્રમોમાંથી એવો સંકેતો મળી રહ્યાં છે કે કાશ્મીર (KASHMIR)માં નજીકના ભવિષ્યમાં જ કશુંક ‘મોટું’ થવાનું છે !

મોદી સહિત શાહ, રાજનાથ, જયશંકર અને ડોભાલ છે સાવધાન!

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વિરોધી યુદ્ધનો સમગ્ર મોરચો સંભાળી રાખ્યો છે, તો બીજી તરફ રાષ્ટ્રીય સલામતીના મુદ્દે મોદી સહિત ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર (NSA) અજિત ડોભાલ (AJIT DOVAL) સંપૂર્ણ રીતે સાવચેત અને સતર્ક છે. આ સૌની નજર સતત કાશ્મીર ઉપર જ સ્થિર થયેલી છે, જ્યારે પાકિસ્તાન કોરોના સંકટ બાદ પણ એક તરફ યુદ્ધ વિરામ (CEASEFIRE)નું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યું છે, આતંકવાદીઓની સતત ઘુસણખોરી કરાવી રહ્યું છે, તો સરહદ પરથી આતંકવાદીઓને મોકલવાનું ઘૃણાસ્પદ કૃત્ય કરી રહ્યું છે.

પાકિસ્તાનનો ભ્રમ આ રીતે તોડી રહ્યું છે ભારત

હકીકતમાં પાકિસ્તાન એવી ગેરસમજમાં ડૂબેલું છે કે ભારત તો હાલમાં કોરોના-વિરોધી યુદ્ધમાં વ્યસ્ત છે એટલે તે તક જોઈને તેનો લાભ ઉઠાવી લઈને ભારતના મસ્તકને રક્તરંજિત કરવાનાં કાવતરાં કરી રહ્યું છે અને અમલમાં પણ મૂકી રહ્યું છે.
પાકિસ્તાન કાશ્મીર અંગે અવારનવાર એવા ભ્રમ અને દાવાઓનો પ્રચાર કરતું રહ્યું છે કે તે કાશ્મીરને કદી ભૂલી શકતું નથી, તો ભારતે પણ ઈમરાન ખાન તથા પાકિસ્તાની સૈનિકોને જડબાતોડ જવાબ આપી તેમજ આતંકવાદીઓને મોતની ચાદર ઓઢાડી દઈને એ બાબતનો સારો એવો અનુભવ કરાવી દીધો છે કે ભારતને કાશ્મીરનું સતત સ્મરણ છે જ, અને ભારત માટે કાશ્મીર ભૂલવાનો કે યાદ કરવાનો વિષય જ નથી.

એક તરફ જવાનો, બીજી બાજુ શંકરે લઈ નાખી પાકિસ્તાનની ‘ખબર’!

કોરોના સંકટ વચ્ચે કાશ્મીરમાં બે મોટી આતંકવાદી ઘટનાઓ સર્જાઈ ગઈ, જેમાં કુપવારા જિલ્લાના હંદવારા (HANDWARA)માં આતંકીઓ સાથે ભારતીય લશ્કરનો ભીષણ સંઘર્ષ (HANDWARA ENCOUNTER) થયો. સલામતી દળોએ હંદવારા એન્કાઉન્ટરમાં પોતાના 5 જવાનોનો બલિ ચડાવીને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-taiba)ના ટોચના કમાન્ડર હૈદર સહિત બે કુખ્યાત આતંકવાદીઓને ભોંયભેગા કરી દીધા.
એટલું જ નહીં, હંદવારાના જ વંગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફને નિશાન બનાવ્યું અને ત્રણ જવાનો શહીદ થયા. સીઆરપીએફની જવાબી કાર્યવાહીમાં આક્રમણકારી આતંકવાદીઓ ફરાર થઈ ગયા. વળી, ભારતીય સેના અંકુશ રેખા (LOC) પર પણ વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરી રહેલી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપી રહી છે. એક તરફ, સલામતી દળો પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની બરાબરની ‘ખબર’ લઈ રહ્યાં છે, તો બીજી બાજુ દિલ્હીમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કાશ્મીર અંગે ખુલ્લી ચેતવણી ઉચ્ચારી દીધી છે કે પાકિસ્તાન પીઓકે ખાલી કરે.

“ખાલી કરો PoK, આખું કાશ્મીર અમારું છે”

પાકિસ્તાનને જે ભ્રમ છે કે ‘ભારત કોરોના વાઇરસ અંગે વ્યસ્ત’ છે, પરંતુ સોમવારે જ્યારે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં અને કડક સંદેશ પહોંચાડતાં કહ્યું કે, “ખાલી કરો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK), કેમ કે, આખું કાશ્મીર અમારું છે”. ભ્રમ ભાંગીને ભુક્કો થઈ ગયો. વાસ્તવમાં પાકિસ્તાની સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ – SUPREME COURT)એ પીઓકેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ કરાવવાનો ચુકાદો જાહેર કર્યો છે. ભારતે આની સામે કડક અને જોરદાર વાંધો ઉઠાવ્યો છે.

“ખાલી કરો PoK, આખું કાશ્મીર અમારું છે”

વિદેશ મંત્રાલયે સોમવારે પાકિસ્તાની દૂતાવાસના એક વરિષ્ઠ રાજનયિકને બોલાવીને ઠપકાંના સૂરમાં સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું,,

“જમ્મુ-કાશ્મીર ભારતનું એક અતૂટ અને અવિભાજ્ય અંગ છે. જમ્મુ-કાશ્મીરનો જે પણ ભાગ પાકિસ્તાનની પાસે છે તે તેના ગેરકાયદે અધિગ્રહણમાં છે, તેથી પાકિસ્તાન તેને તરત જ ખાલી કરે. સમગ્ર જમ્મુ-કાશ્મીર, લદાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતનો સમગ્ર વિસ્તાર ભારતનો જ છે. તેથી પાકિસ્તાન પોતાના ગેરકાયદે પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરના તમામ ભાગો (પીઓકે)ને તાત્કાલિક ખાલી કરી દે.”

જવાનોનાં બલિદાન પર આક્રમક મોદી સરકાર મોટા પગલાના મૂડમાં ?

આ તમામ ઘટનાક્રમોમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ એ બાબત છે કે ભારતને હંદવારા એન્કાઉન્ટરમાં ભારે નુકસાન પહોંચ્યું છે. સેનાના એક કર્નલ, એક મેજર સહિત 4 જવાન તથા જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાન અને તે પછી સીઆરપીએફ પરના આતંકી હુમલામાં 3 જવાનો… આ રીતે 24 કલાકમાં 8 જવાનોનાં બલિદાનથી ભારત ભારે ક્રોધે ભરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બંનેએ જવાનોનાં બલિદાનો પર માત્ર શ્રદ્ધાંજલિ જ નથી અર્પી, બલ્કે એમ પણ કહ્યું છે કે તેમનું બલિદાન એળે નહીં જાય.
આ તબક્કે એ પ્રશ્ન ઊઠે છે કે, શું મોદી સરકાર હવે પાકિસ્તાન વિરુદ્ધ આર-પારની લડાઈના મૂડમાં છે કે શું ? જો ભારત કોરોના સંકટની વચ્ચે પણ પાકિસ્તાનને પીઓકે ખાલી કરાવવાનો કડક સંદેશ પહોંચાડી રહ્યું છે, તો શું આ બાબતમાંથી એવો સંકેત મળે છે કે મોદી, શાહ, જયશંકર અને અજિત ડોભાલ ભારતના મસ્તક સમાન કાશ્મીરમાં વારંવાર રક્ત વહાવનાર પાકિસ્તાની વાઇરસની સાંકળ તોડવાના મૂડમાં છે ?
જો ભારત પીઓકે ખાલી કરાવવાની વાત કરતું હોય, તો શું તે પાકિસ્તાનને સીધે-સીધો યુદ્ધનો પડકાર નથી ? કેમ કે પાકિસ્તાન પણ ભારતને પીઓકે ભેટમાં તો નહીં આપે ! આ તબક્કે શક્યતા એવી છે કે મોદી સરકાર કોરોના સંકટ અને લૉકડાઉન (LOCKDOWN)ની વચ્ચે જ કાશ્મીરમાં કંઈક ‘મોટું’ કરી દેવાની તૈયારી કરી રહી છે, જેથી ઝગડાંનું મૂળિયું જ ન રહે!
Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches