Wednesday, March 19, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADઅમદાવાદ : 74 વર્ષના ‘હિંસક’ ઇતિહાસમાં પહેલી વાર ‘સુખદ્ સંચારબંધી’ !

અમદાવાદ : 74 વર્ષના ‘હિંસક’ ઇતિહાસમાં પહેલી વાર ‘સુખદ્ સંચારબંધી’ !

Share:

FIRST TIME : 5થી 22 વર્ષના અમદાવાદીઓએ 14 એપ્રિલ, 2020ના રોજ જાણ્યું કે કર્ફ્યુ કોને કહેવાય ?

FIRST TIME : રમખાણો અને મોતનો તાંડવ નહીં, જીવનદાયક CONCLUSIVE CURFEW !

FIRST TIME : રથયાત્રા 1946માં લદાયો હતો કર્ફ્યુ, 56 વર્ષો 2002 સુધી સતત રંજાડતો રહ્યો

આલેખ : કવિ પ્રકાશ ‘જલાલ’
અમદાવાદ. ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ એટલે યુગો-યુગોનો ધબકતો ઇતિહાસ. કર્ણાવતી, અહમદ આાબાદ અને અમદાવાદ. ગુજરાતના મહત્વના શહેર તરીકે અમદાવાદની ગણના વર્ષોથી થાય છે. વર્ષ 2011ની વસતી ગણતરીના આધારે અમદાવાદની વસતી 5,577,940 નાગરિકોની છે, જેમાં 2,938,985 પુરુષો અને 2,638,955 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. પરંતુ આજે અમદાવાદની વસતી લગભગ 75 લાખની ગણાય છે. ગુજરાતની વસતી લગભગ 6.4 કરોડની છે, તેના અંદાજે 30 ટકા જેટલી વસતી 10થી 24 વર્ષની વયની છે. એટલે કે, રાજ્યના 1.78 કરોડ કિશોર-યુવાન લોકો 10થી 24 વર્ષના વયજૂથમાં ગણાય છે. જ્યારે, 10થી 19 વર્ષના વયજૂથના 8.45 લાખ લોકો છે. જે લોકોની ઉંમર આ દિવસોમાં 18, 19 કે 20થી 25 વર્ષની છે તેમણે અમદાવાદમાં કે ગુજરાતમાં આ દિવસોમાં સૌપ્રથમ વાર કર્ફ્યુનો અનુભવ કર્યો છે. કરફ્યુ વિશે એમણે સાંભળેલું ખરું, પણ નજરોનજર જાવાનો એમનો આ પ્રથમ અનુભવ છે. આવી યુવાન વસતી ગુજરાતમાં 1.78 કરોડની છે. ટકાવારીમાં તે લગભગ 30 ટકા થાય છે.
આજકાલ સમગ્ર ભારત અને ગુજરાતના લોકો કોરોના (CORONA કે COVID 19) વાઇરસ સામે લડત આપવા માટે પોતપોતાનાં ઘરોમાં કેદ રહીને સરકાર પ્રેરિત છતાં સ્વયંભૂ કર્ફ્યુ પાળી રહ્યા છે. ત્યારે એમ કહી શકાય કે અમદાવાદમાં 2002 પછી જન્મેલા લગભગ અને આજે 5 વર્ષથી 20 વર્ષની વયે પહોંચેલા લગભગ 25થી 30 લાખ બાળકો, તરુણો કે યુવાનોએ લગભગ પ્રથમ વાર પોતાના જીવનમાં સંચારબંધી (કર્ફ્યુ)નું નામ સાંભળ્યું હશે અને જ્યાં કર્ફ્યુ છે, ત્યાં રહેતા આ વયજૂથના લોકોએ પહેલી વાર કર્ફ્યુનો અનુભવ કર્યો હશે.
સર્વવિદિત છે કે કોરોના રોગચાળાના પગલે અમદાવાદમાં 14 એપ્રિલ, 2020ના રોજથી સમગ્ર કોટ વિસ્તાર તથા અન્ય કેટલાક ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અમદાવાદનો ઇતિહાસ કોમી રમખાણો અને હિંસાના કારણે લદાતા કર્ફ્યુથી ખરડાયેલો છે, પરંતુ 2020માં લદાયેલા કર્ફ્યુની અનેક વિશેષતા છે. પહેલી વિશેષતા તો એ છે કે જે અમદાવાદમાં છાશવારે કર્ફ્યુ લદાતો હતો, એ જ અમદાવાદમાં 2002 એટલે કે 18 વર્ષ પછી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. બીજી વિશેષતા એ છે કે અમદાવાદના કર્ફ્યુના 74 વર્ષના પીડાકારક ઇતિહાસમાં પહેલી વાર હિંસા કે મોતનો તાંડવ નહીં, પણ ‘સુખદ્ સંચારબંધી’ લદાઈ છે.

2002 તથા 2020માં 4નો સંયોગ, પણ કર્ફયુ સૌથી ન્યારો છે…

અમદાવાદમાં જ્યારે છેલ્લે ગોધરા કાંડ 2002 બાદ થયેલા કોમી રમખાણો વખતે કર્ફ્યુ લદાયો હતો. ત્યાર બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસનો એવો રાહ અમદાવાદીઓને બતાવ્યો કે આટલું મોટું મહાનગર કર્ફ્યુના નુકસાનને ઓળખી ગયું અને 2002 પછી ક્યારેય કર્ફ્યુ લાદવો પડે, તેવી સ્થિતિ ન આવવા દીધી. જોકે 18 વર્ષે કર્ફ્યુ આવ્યો છે અને તે પણ નવા હકારાત્મક અને સુખદ્ આરોગ્યની લાગણી સાથે આવ્યો છે. આ વખતના કર્ફ્યુમાં ચોંકાવનારો યોગાનુયોગ એ છે કે 2002 પછી છેક 18 વર્ષે 2020માં અમદાવાદે કર્ફ્યુ જોયો અને બંને વર્ષના આંકડાનો સરવાળો 4 થાય અને બંનેમાં 2નો આંકડો આવે! પણ આપણે વાતને બીજા પાટે નથી ચડાવવી. અમદાવાદના કર્ફ્યુની જ વાત પર પરત ફરીએ. અમદાવાદની જનતાએ 2002 પહેલાં જાયેલા કર્ફ્યુ કરતાં 2020નો કર્ફ્યુ અલગ છે, એ વાત અલગ છે. અગાઉના સમયમાં લાદવામાં આવતી સંચારબંધી હિંસાના કારણે હતી, જેમાં નકારાત્મકતા દેખાતી હતી. લોકોનાં મન ખાટાં હતાં, પરંતુ 2020ની સંચારબંધી લોકોની સ્વયંભૂ છે, લોકો જાતે જ જીવ બચાવવા ઘરમાં પુરાયા છે. એટલે કે, વર્ષ 2020ની સંચારબંધી સકારાત્મક છે. એમાં સરકારે માત્ર અનુરોધ જ કર્યો છે, કોઈ બળજબરી કરી નથી. પ્રજાએ એ અનુરોધને વધાવી લઈને ઘરમાં રહીને કોરોના વાઇરસ સામેની લડતને તેજ બનાવી છે. એટલે કર્ફ્યુના અર્થ ઉપરાંત આ એક હકારાત્મક લડાઈ ગણી શકાય.
ત્યારે અમદાવાદના કર્ફ્યુના ઇતિહાસ પર એક દૃષ્ટિ નાખવી પ્રાસંગિક બની જાય છે.

1946ની રથયાત્રા બની રક્તરંજિત અને પ્રથમ વખત લદાયો કર્ફ્યુ

ગુજરાતમાં લગભગ રાજકીય અસ્થિરતાનો દોર બહુ લાંબો ચાલ્યો હતો. એ દરમિયાન વિવિધ પ્રકારનાં આંદોલનોમાં તથા કોમી રમખાણો અને હુલ્લડોની સ્થિતિમાં સરકારને સંચારબંધી લાદવાની ફરજ પડતી હતી. એક રીતે એમ પણ કહી શકાય કે, 1946થી અમદાવાદને કર્ફ્યુનો અનુભવ છે. વળી, દર વર્ષે રથયાત્રા આવે એટલે અમદાવાદનો સામાન્ય નાગરિક મનોમન પ્રાર્થના કરતો થઈ જાય કે, હે ભગવાન, આ વખતે હિંસાચાર જેવું કશું જ ન બને તો સારું! પરંતુ લગભગ દર વર્ષે રથયાત્રાના દિવસો અમદાવાદને ભારે જ પડતા આવ્યા છે. એ પછી નવનિર્માણ આંદોલન (1974), રોટી રમખાણ, કટોકટી (1975), 1969નાં હુલ્લડો અને પછી રામમંદિરના મુદ્દે 1990-92માં અમદાવાદમાં કર્ફ્યુ નંખાયો હતો. ઉત્તરાયણમાં પણ તોફાનો વખતે કર્ફ્યુ લાદી દેવાતો હતો. તે પછી છેક 2002માં ગોધરા કાંડ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

સંહારક હતી એ સંચારબંધીઓ…

1969માં થયેલાં કોમી રમખાણોમાં લશ્કરને બોલાવવું પડ્યું હતું અને હિંસાને કાબૂમાં લેવામાં આવી હતી. તા. 19થી 24 સપ્ટેમ્બર દરમિયાન 514 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 1974માં થયેલા નવનિર્માણ આંદોલનના પ્રણેતા શ્રી મનીષી જાની અત્યારે અમદાવાદમાં રહે છે અને ગુજરાતી લેખક મંડળ નામના સંગઠનનો કાર્યભાર સંભાળે છે. નવનિર્માણ આંદોલનને યાદ કરતાં તેઓ કહે છેઃ “આંદોલન 73 દિવસ ચાલ્યું હતું અને તે પૈકીના 55 દિવસ કર્ફ્યુ હતો. એ વખતે ગુજરાતમાં ગાંધીનગર સહિત નાનાં-મોટાં 64 જેટલાં શહેરો-નગરોમાં 26મી જાન્યુઆરીએ સૌપ્રથમ કર્ફ્યુમાં જ ધ્વજવંદન થયું હતું.” નવનિર્માણ આંદોલન મોંઘવારી સામેનું હતું એટલે તેને ‘રોટી રમખાણ’ના નામે પણ ઓળખવામાં આવે છે. શ્રી મનીષીભાઈ ઉમેરે છે કે, 1969નાં કોમી રમખાણોમાં અમદાવાદની પ્રજાને સૌપ્રથમ વાર મોટા પ્રમાણમાં કર્ફ્યુનો અનુભવ થયો હતો. તે પછી 1956માં લોકોએ સરકારના વિરોધમાં સ્વયંભૂ કર્ફ્યુ પાળ્યો હતો. અમદાવાદને કર્ફ્યુમાં કેદ કરનારાં બીજાં વર્ષો જાઈએ તો, 1981 અને 1985માં અનામત-વિરોધી આંદોલનો તથા 1990માં રથયાત્રા વખતે કોમી તોફાનો અને 1992માં બાબરી મસ્જિદદના સંદર્ભે થયેલાં તોફાનોના સમયમાં શહેરની જનતાને કર્ફ્યુના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. જેમ અત્યારે કોરોના વાઇરસના ફેલાવાના ડરના કારણે ચાલી રહેલા કર્ફ્યુના દિવસોમાં લોકોએ પોતપોતાના તહેવારો ઘરમાં જ ઊજવ્યા છે, એ રીતે ઉપરના કર્ફ્યુના દિવસોમાં પણ ઉત્તરાયણ જેવા ઘણા તહેવારો તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કર્ફ્યુમાં જ થઈ હતી. જાકે, એ બધાં તોફાનો વગેરેના કારણે લદાયેલા કર્ફ્યુ હતા, જ્યારે વર્તમાન 2020નો કર્ફ્યુ સકારાત્મક પરિણામ માટેનો છે. આપણે આશા રાખીએ કે પ્રજાની તથા સરકારની જહેમત રંગ લાવે અને ભારત કોરોનાને હરાવી શકે.
Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335