Monday, April 21, 2025
HomeBBN-EXCLUSIVEઅદાણી પોર્ટ્સના તમામ બંદરો પર કુલ 450 MMT કાર્ગો હેન્ડલિંગ

અદાણી પોર્ટ્સના તમામ બંદરો પર કુલ 450 MMT કાર્ગો હેન્ડલિંગ

Share:

મુન્દ્રા, 03 એપ્રિલ 2025: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ નાણાકીય વર્ષ 2024-25માં તેના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટન (MMT)ના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં અમીટ છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં 200 MMT કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે. આ બેવડી સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે, તથા ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે APSEZ ના કદને પણ ઉન્નત કરે છે.

APSEZના પોર્ટફોલિયોમાં 450 MMT કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે એકલા અદાણી પોર્ટ મુન્દ્રાની 200 MMT ની સ્વતંત્ર સિદ્ધિ આ સફળતામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે.

અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ ઐતિહાસિક 200 MMT કાર્ગો હેન્ડલિંગ સાથે બનાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

સમગ્ર કાર્ગો સેગમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી

200 MMT કાર્ગો હેન્ડલીગ અદાણી પોર્ટ્સ મુન્દ્રાની કાર્ગો હેન્ડલિંગ શ્રેષ્ઠતા અને ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે:

નાણાકીય વર્ષ 2024-25 ના મુખ્ય હાઇલાઇટ્સ: રેકોર્ડ્સનું વર્ષ

નાણાકીય વર્ષ 2024-25 મુન્દ્રા પોર્ટના કાર્ગો હેન્ડલિંગમાં રેકોર્ડબ્રેક સિદ્ધિઓ થઈ જે અહીં વિગતવાર દર્શાવ્યું છે:

કન્ટેનર અને લિક્વિડ કાર્ગો:

APSEZ ના કન્ટેનર અને લિક્વિડ કાર્ગો કામગીરી નવી ઊંચાઈએ પહોંચી:

• રેકોર્ડ કન્ટેનર થ્રુપુટ: AICTPL ટર્મિનલે 33.05 લાખ કન્ટેનરનું સર્વકાલીન ઉચ્ચતમ હેન્ડલિંગ કર્યું, જે પાછલા વર્ષના 31.49 લાખ કન્ટેનરના રેકોર્ડને વટાવી ગયું. આ વૃદ્ધિ ભારતના કન્ટેનરાઇઝ્ડ વેપારમાં અદાણી પોર્ટ્સ મુન્દ્રાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
• લિક્વિડ ટર્મિનલ પીક: લિક્વિડ ટર્મિનલે 8.73 MMT કાર્ગોનું સંચાલન કર્યું, જે નાણાકીય વર્ષ 2010-11 પછીનું સૌથી વધુ વોલ્યુમ છે.

SPRH અને અદાણી રેલ્વેની ઉપલબ્ધિ

બંદરના SPRH અને રેલ્વે કામગીરીમાં પણ શાનદાર પરિણામો આવ્યા:

• SPRH થ્રુપુટ રેકોર્ડ: SPRHએ 16.17 લાખ કન્ટેનરનું સર્વકાલીન ઉચ્ચ થ્રુપુટ હાંસલ કર્યું,
• હાઈએસ્ટ રેલવે ઓપરેશન: મુન્દ્રા પોર્ટ રેલ્વે સર્વિસીસ દ્વારા 20,578 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જે અગાઉના 20,149 ના રેકોર્ડને વટાવી ગયું, અને અંતરિયાળ બજારો સાથે મજબૂત જોડાણ સુનિશ્ચિત કર્યું.

વેસ્ટ બેસિન સિદ્ધિઓ

• સૌથી વધુ ડિસ્પેચ: માર્ચ 2025 માં, બંદરેથી 59 ટ્રેન ડિસ્પેચ કરી, જે સપ્ટેમ્બર 2024 માં કરેલ 52 ટ્રેનના તેના અગાઉના રેકોર્ડને વટાવી ગયા.
• સૌથી વધુ માસિક વોલ્યુમ: વેસ્ટ બેસિને ફક્ત માર્ચ 2025 માં 3.76 MMT કાર્ગોનું હેન્ડલિંગ કર્યું, જે નાણાકીય વર્ષનો સૌથી વધુ માસિક વોલ્યુમ દર્શાવે છે.
• સૌથી ઝડપી જહાજ ડિસ્ચાર્જ: મુન્દ્રાએ જહાજ MV AMIS RESPECT (60,489.4 MT) નું માત્ર 17 કલાકમાં સૌથી ઝડપી ડિસ્ચાર્જ હાંસલ કર્યું, બલ્ક કાર્ગો હેન્ડલિંગમાં ગતિ અને કાર્યક્ષમતા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો.

દરેક સેગમેન્ટે ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે જેણે સામૂહિક રીતે 200 MMT કાર્ગો હેન્ડલિંગના આંકને પાર કરી દીધું છે.

વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે વ્યાપાર:
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન જે પડકારજનક વૈશ્વિક વેપાર વાતાવરણનો સામનો કર્યો હતો તેને ધ્યાનમાં રાખીને અદાણી પોર્ટની મુન્દ્રા સફળતા વધુ નોંધપાત્ર છે. વિશ્વમાં ભૂ-રાજકીય તણાવ, વેપાર પ્રવાહને વિક્ષેપિત કરનારા વધતા ટેરિફ અને સતત ચાલુ સંઘર્ષો અને અન્ય દેશોની આર્થિક અસ્થિરતાને કારણે બહારની સપ્લાય ચેઇનમાં ઉથલપાથલ સહિત નોંધપાત્ર અવરોધોનો સામનો કરવો પડ્યો. છતાં, અદાણી પોર્ટસ વધુ મજબૂત રીતે ઉભરી આવ્યું, પ્રતિકૂળતાનો સામનો કરીને તેની સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનક્ષમતા સાબિત કરી.

નાણાકીય વર્ષ 2024-25 માં 200 MMT કાર્ગો હેન્ડલિંગની આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ભારતના અગ્રણી લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે અદાણી પોર્ટ્સને મજબૂત બનાવે છે. ઉપરાંત, આર્થિક પ્રગતિ વધારવા, વૈશ્વિક વેપારી જોડાણ વધારવા, ઉત્પાદન અને વેપાર કેન્દ્ર બનવાની ભારતની મહત્વાકાંક્ષાને ટેકો આપવા માટે અદાણી પોર્ટના યોગદાનને દર્શાવે છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches