Wednesday, March 19, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADઅમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ચમત્કાર : 11 વર્ષીય નિર્ધન લક્ષ્મીને 45° ત્રાંસી ગરદનમાંથી...

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ચમત્કાર : 11 વર્ષીય નિર્ધન લક્ષ્મીને 45° ત્રાંસી ગરદનમાંથી મળી 100% મુક્તિ

Share:

રૅરેસ્ટ ઑફ ધ રૅર ‘CERVICAL KYPHOSIS’ પીડાતી હતી નિર્ધન લક્ષ્મી

અમદાવાદમાં પ્રથમ વાર ઑર્થો-ઑપરેશનમાં ‘HELLO WEST’નો ઉપયોગ

રિપોર્ટ : ઉમંગ બારોટ/રાહુલ પટેલ
અમદાવાદ (25 મે, 2020). ૧૧ વર્ષની લક્ષ્મીને સર્વાઇકલ કાયફોસિસ (CERVICAL KYPHOSIS) થતાં તેની સફળ સારવાર  અમદાવાદ ખાતે આવેલી ગુજરાતની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં કરવામાં આવી છે. બાળકોમાં જવલ્લે જ સર્વાઇકલ કાયફોસિસ કરોડરજ્જુની બીમારી છે કે જેમાં દર્દીની ગરદન ત્રાંસી રહે છે.
સર્વાઇકલ કાયફોસિસનું ઑપરેશન ખૂબ જ જટિલ હોય છે. અમદાવાદમાં સૌપ્રથમ વાર ‘હેલો વેસ્ટ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઑપરેશન દરમિયાન ન્યુરો-મૉનિટરિંગની પણ જરૂર પડે છે.
લક્ષ્મીની કરોડરજ્જુમાં જન્મથી ચોથો મણકો અપરિપક્વ રહ્યો હતો. ઉંમર વધવાની સાથે ગરદનના આ મણકાની વૃદ્ધિ નહોતી થઈ રહી. આ ઉપરાંત બે મહિના પહેલાં 11 વર્ષની દીકરી લક્ષ્મી શાળામાં રમતાં-રમતાં પડી જવાથી કરોડરજ્જુ ઉપર દબાણ સર્જાતાં ડોક તૂટી ગઈ હતી. આથી લક્ષ્મી હાથ-પગનાં હલન-ચલન તથા પેશાબ-ઝાડાં પરનું નિયંત્રણ પણ ગુમાવી ચુકી હતી.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા લક્ષ્મીનાં પિતા સુનીલભાઈ સોની માટે આ પરિસ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી હતી. સુનીલભાઈએ શહેરની ખાનગી હૉસ્પિટલોનો સંપર્ક કર્યો કે જ્યાં આ ઑપરેશનનો ખર્ચ 4થી 5 લાખ રૂપિયા જણાવવામાં આવ્યો. આથી સુનીલભાઈ લક્ષ્મીને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.
સુનીલભાઈ અમદાવાદમાં લોડિંગ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હોવાથી મોટો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નહોતાં. સુનીલભાઈ જણાવે છે, ‘આજથી બે મહિના પહેલાં હું જ્યારે મારી દીકરી લક્ષ્મીને લઈને સિવિલ હૉસ્પિટલમાં આવ્યો, ત્યારે મને બિલ્કુલ આશા નહોતી કે મારી દીકરી આટલી ઝડપથી સાજી થઈ જશે. અમદાવાદ સિવિલમાં મારી દીકરીના બંને ઑપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યાં છે.’
સિવિલ હૉસ્પિટલ ખાતે લક્ષ્મીના એક્સ-રે, સીટી સ્કૅન, એમઆરઆઈ સહિતના તમામ રિપોર્ટ કાઢવામાં આવ્યાં. લક્ષ્મીનું સફળ ઑપરેશન બે તબક્કામાં સ કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સિવિલ સુપરિંટેંડંટ ડૉ. જે. પી. મોદીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે.
ડૉ. જે.પી. મોદીના જણાવ્યા મુજબ લક્ષ્મી માટે હેલો વેસ્ટ ખૂબ જ સફળ ઉપયોગ સાબિત થયું છે. આ ‘હેલો વેસ્ટ‘ (HELLO WEST) ટેક્લનિક લક્ષ્મી માટે વિશેષ પણે તૈયાર કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલના વિશેષ કાર્યાધિકારી (OSD) ડૉ. એમ. એમ. પ્રભાકરના જણાવ્યા અનુસાર હૉસ્પિટલ ખાતે કોરોના વૉર્ડ સહિત અન્ય તમામ યુનિટ-વોર્ડ પૂર્વવત્ થઈ ચુક્યા છે. 
ઉલ્લેખનીય છે કે લક્ષ્મીને હૃદયની પણ બીમારી હોવાથી તેની સારવાર યૂ. એન. મહેતા હૉસ્પિટલમાં ચાલી રહી છે. સર્વાઇકલ કાયફોસિસનો ઇલાજ થતાં આજે લક્ષ્મી પોતાની જાતે હરીફરી શકે છે. 45 ડિગ્રી અંશે ત્રાંસી ગરદનથી મુક્તિ મેળવી ચુકી છે, ત્યારે લક્ષ્મી હવે ઉંચું લક્ષ્ય આંબશે, એ વાત નક્કી છે.
Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335