Friday, April 4, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADઉત્તરાખંડ બાદ હવે ગુજરાતે શરૂ કરી યૂસીસી લાગુ કરવાની તૈયારી, એસસીના નિવૃત્ત...

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતે શરૂ કરી યૂસીસી લાગુ કરવાની તૈયારી, એસસીના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના

Share:

ભાજપે વિધાનસભા ચૂંટણી વખતે આપ્યુ હતું યૂસીસીનું વચન

સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે : ભૂપેન્દ્ર પટેલ

યૂસીસી કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરાશે : હર્ષ સંઘવી

ગાંધીનગર, 04 ફેબ્રુઆરી : ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સરકારે પણ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (યૂસીસી) લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે યૂસીસીના કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ-એસસી)ના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યમાં યૂસીસી લાગુ કરવાનું વચન આપ્યુ હતું. રાજ્ય સરકાર લગભગ બે વર્ષ બાદ પોતાનું આ વચન પૂર્ણ કરવાની દિશામાં અગ્રેસર થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ)નો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય જાહેર કરેલો છે. તદઅનુસાર, ગુજરાતમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે; તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યૂસીસીની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

આ સમિતિ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને રચાશે. તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી સી. એલ. મીણા, એડવોકેટ આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રૉફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના આ નિર્ણયની ભૂમિકા આપી હતી.

પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પદચિહ્નો પર ચાલતા ગુજરાતે રાજ્યમાં સમાન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા આ સમિતિની રચના કરી છે. આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે. આ અહેવાલના અભ્યાસના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની સરકાર ‘જે કહેવું, તે કરવું’ના કાર્ય મંત્રને અનુસરે છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે 370 કલમ નાબૂદી, વન નેશન-વન ઇલેક્શન, નારીશક્તિ વંદના અધિનિયમ અને ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા, તે વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યાં છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એ જ દિશામાં આગળ વધતાં વડાપ્રધાન સમાન નાગરિક સંહિતના અમલ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનના સંકલ્પોને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. આ હેતુસર રાજ્ય સરકારે યૂસીસીની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા સમિતિની રચના કરી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈપણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રિતી-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહિ થાય.

સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર યૂસીસીના અમલની નેમ સાથે આગળ વધશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, કાયદા સચિવ રાવલ, સંસદીય બાબતોના સચિવ ગોઠી, વૈધાનિક બાબતો ના સચિવ કમલેશ લાલા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read in Hind: अब गुजरात ने भी शुरू की यूसीसी लागू करने की तैयारी, एससी की सेवानिवृत्त न्यायाधीश रंजना देसाई की अध्यक्षता में समिति का गठन

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches