અમદાવાદ, ૧૩ જૂન ૨૦૨૫ : અદાણી સિમેન્ટ અને ક્રેડાઈ (કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા) એ ભારતમાં ટકાઉ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા બાંધકામને ઉત્તેજન આપવા માટે એક વિશિષ્ટ પસંદગીની ભાગીદારી કરી છે. ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતની ઉપસ્થિતિમાં પણજીમાં યોજાયેલી ક્રેડાઈ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ ભાગીદારી ઉપર હસ્તાક્ષર થયા હતા, જેમાં દેશભરના ઉદ્યોગ સંગઠનના પદાધિકારીઓ અને અગ્રણી વિકાસકારોએ હાજરી આપી હતી.
આ વ્યૂહાત્મક સહયોગથી અદાણી સિમેન્ટ અને દેશના ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપર્સની સર્વોચ્ચ સંસ્થા એક મંચ ઉપર આવી છે, જેનો હેતુ બંને સંસ્થાઓ અને વિસ્તરી રહેલા બાંધકામ ક્ષેત્રને લાભ આપવાનો છે. આ સહયોગ અંતર્ગત અદાણી સિમેન્ટ ક્રેડાઇના 13,000થી વધુ વિકાસકારોના દેશવ્યાપી નેટવર્કનો ઉપયોગ તેના બિઝનેસ ટુ બિઝનેસની પહોંચને મજબૂત બનાવવા માટે કરશે, જ્યારે ક્રેડાઇના સભ્યોને અદાણી સિમેન્ટના ઉદ્યોગલક્ષી અભિગમના ઉકેલોનો લાભ મળશે.
અદાણી સમૂહના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે, ક્રેડાઇ સાથેનો અમારો આ વિશિષ્ટ સહયોગ લાંબા ગાળાના અને નવ નિર્માણ મારફત રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અદાણી સિમેન્ટની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વ-કક્ષાના સિમેન્ટ ઉત્પાદનો અને ગ્રીન કોંક્રિટ સોલ્યુશન્સને અપનાવવાની પ્રક્રિયાને ક્રેડાઇ સાથે સહયોગ સાધીને વેગ આપવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ સહયોગ હરિત, સ્માર્ટ શહેરી ભવિષ્યના નિર્માણના અમારા વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે કે જેમાં અદાણી સિમેન્ટની ટેકનિકલ કુશળતા અને ક્રેડાઇનો જમીન પરનો અનુભવ મજબૂત, સુરક્ષિત અને વધુ ટકાઉ માળખું બનાવવા માટે એક સાથે જોડાયા છે. આ સહયોગનો સીધો લાભ ઘરમાલિકોને તેના રોકાણનું શ્રેષ્ઠ મૂલ્ય પહોંચાડી ભારતની વિકાસ ગાથામાં યોગદાન આપવા માટે અમે ક્રેડાઇના સભ્યો સાથે નજીકથી કામ કરી અમારી શ્રેષ્ઠ સામગ્રી અને R&Dની ક્ષમતાઓ સાથે તેમને ટેકો આપવા માટે ઉત્સાહિત છીએ.
આ સહયોગથી બાંધકામ ઉદ્યોગની સંસ્થાના સભ્યોને વિવિધ પરિમાણોમાં તેમના પ્રકલ્પોની ગુણવત્તામાં વધારો કરવાનો ફાયદો મળશે, જેમાં મુખ્યત્વે અદાણી સિમેન્ટના નવા કોંક્રિટ ઉપાયોમાં અદાણીના વૈવિધ્યસભર રેડી-મિક્સ કોંક્રિટ (RMX) અને વિવિધ જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ્ડ અદ્યતન કોંક્રિટ સોલ્યુશન્સના પ્રમાણભૂત ગ્રેડથી લઈને વિશિષ્ટ મિશ્રણ સુધીની સરળ ઉપલબ્ધિ ઉપરાંત તેમાં નોંધપાત્ર અદાણી સિમેન્ટની ECOMaxX અલ્ટ્રા હાઇ-પર્ફોર્મન્સ કોંક્રિટ (UHPC) જેવી ગ્રીન RMX શ્રેણીનો સમાવેશ થાય છે, જે પરંપરાગત કોંક્રિટની તુલનામાં 30-100% ઓછી એમ્બોડેડ કાર્બન સામગ્રી સાથે ઉદ્યોગની ગ્રીન કોંક્રિટની સૌથી વ્યાપક શ્રેણી પ્રસ્તુત કરે છે. સેલ્ફ-કોમ્પેક્ટિંગ કોંક્રિટ (SCC), જેટસેટક્રીટ – હાઇ-સ્ટ્રેન્થ કોંક્રિટ (HSC) અને કૂલક્રીટ – થર્મલી કંટ્રોલ્ડ કોંક્રિટ (TCC) પણ આ શ્રેણીમાં શામેલ છે. પર્યાવરણને અનુકૂળ આવા કોંક્રિટ વિકલ્પો વિકાસકારોને તાકાત કે કામગીરીમાં કોઇ બાંધછોડ કર્યા વિના તેમના પ્રકલ્પોની કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડવાની મોકળાશ આપે છે. ટૂંક સમયમાં અદાણી RMX તાજેતરમાં હાથ ધરવામાં આવેલા લાઇફસાઇકલ એસેસમેન્ટ (LCA) દ્વારા તેમના તમામ કોંક્રિટ ગ્રેડ માટે પર્યાવરણીય ઉત્પાદન ઘોષણા (EPD) ની જાહેરાત કરશે. દેશભરમાં 101થી વધુ પ્લાન્ટ દ્વારા તેના વધતા જતા વ્યાપ સાથે અદાણીના RMX માટે સમર્થન અને ઉપલબ્ધતાની સરળતા ઝડપથી વધી રહી છે.
અદાણી સિમેન્ટની વિશિષ્ટ અને પ્રીમિયમ સિમેન્ટ બ્રાન્ડ્સની વિશાળ શ્રેણી ફ્લેગશિપ અંબુજા પ્લસ અને એસીસી કોંક્રિટ પ્લસ તેની શ્રેષ્ઠ તાકાત અને ટકાઉપણા માટે જાણીતી છે. આ ઉચ્ચત્તમ ગુણવત્તાનું પ્રદર્શન દર્શાવનાર આ ઉત્પાદનો વિકાસકારોને તેમના પ્રકલ્પોમાં વધુ માળખાકીય ગુણવત્તા અને ટકાઉપણું પ્રાપ્ત કરવામાં સહાયરુપ થશે. અદાણી સિમેન્ટના કુલ વેપાર વેચાણનો લગભગ 30% હિસ્સો તેના આ પ્રીમિયમ ઉત્પાદનોમાંથી આવે છે.
અંબુજાના નવીન અને મિશ્રિત સિમેન્ટ ઉત્પાદનોની શ્રેણી જેમ કે અંબુજા સિમેન્ટ, અંબુજા પ્લસ, અંબુજા કોમ્પોસેમ તથા અંબુજા કવચ તેમજ ACCના સુરક્ષા, કોંક્રિટ પ્લસ, ગોલ્ડ, F2R અને HPC, GRIHA (ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ માટે ગ્રીન રેટિંગ) ગ્રીન પ્રોડક્ટ કેટલોગમાં સૂચિબદ્ધ છે. GRIHA એ ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા વિકસિત રાષ્ટ્રીય ગ્રીન રેટિંગ સિસ્ટમ છે.
અદાણી સિમેન્ટની ટેકનિકલ આર એન્ડ ડી ક્ષમતાઓ દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન એડિટિવ્સ અને એડમિક્ચર્સની વ્યાપક શ્રેણી હવે ક્રેડાઇના તમામ સભ્યો માટે ઉપલબ્ધ થશે. આમાં અન્ય અત્યાધુનિક ઉત્પાદનોમાં અલ્કોફાઇન – એક માઇક્રો ફાઇન મિનરલ એડિટિવ જે કોંક્રિટની મજબૂતાઈ અને ટકાઉપણું વધારતી નવીનતાઓનો સમાવેશ થાય છે. અદાણી સિમેન્ટની અત્યાધુનિક સિમેન્ટ અને કોંક્રિટ સંશોધન સુવિધાઓ દ્વારા સમર્થિત આ એડિટિવ્સ જટિલ બાંધકામ પડકારો માટે કસ્ટમાઇઝ્ડ ઉચ્ચ-પ્રદર્શન કોંક્રિટ ઉકેલોને સક્ષમ કરે છે.
અદાણી સર્ટિફાઇડ ટેક્નોલોજી (ACT) પહેલનો ભાગ એવી અદાણી સિમેન્ટની ટેકનિકલ સેવાઓ પૂરી પાડતી ટીમ ક્રેડાઇના વિકાસકારો સાથે ગાઢ સંપર્કમાં રહીને સામગ્રી સંબંધી સલાહ, ગુણવત્તાની ખાતરી અને સ્થળ પર સહાય પૂરી પાડશે. નવીન સામગ્રી અને તકનીકો પર કોંક્રિટ ટોક્સ સહિત જ્ઞાન આપતી આ પહેલ ક્રેડાઇના સભ્ય ઇજનેરો અને બાંધકામ વ્યાવસાયિકોની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. અદાણી સિમેન્ટની સામગ્રી કુશળતાને CREDAI ની અમલીકરણ ક્ષમતાઓ સાથે જોડીને આ ભાગીદારી આગામી પ્રકલ્પોમાં બાંધકામની ગુણવત્તા, સલામતી અને ટકાઉપણાનું ધોરણ ઊંચું લાવશે તેવી અપેક્ષા છે.
ભારતમાં સિમેન્ટના વપરાશમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે તે વેળા થયેલી આ જાહેરાત પરંપરાગત રીતે રિટેલ સેગમેન્ટમાં વ્યક્તિગત આવાસ નિર્માણ બિલ્ડરો (IHBs) સિમેન્ટના વપરાશનો સૌથી મોટો હિસ્સો આશરે 60% હિસ્સો ધરાવે છે. અલબત્ત ઝડપી શહેરીકરણ અને માળખાગત વિકાસને કારણે B2B માંગમાં વધારો થયો છે. મોટા રિયલ એસ્ટેટ વિકાસકારો અને જાહેર માળખાગત પ્રકલ્પો હવે અભૂતપૂર્વ ગતિએ સિમેન્ટ વપરાશને આગળ ધપાવી રહ્યા છે. ખાનગી ક્ષેત્રના ઉચ્ચ-ઉદય વિકાસની સાથે, સરકાર દ્વારા સંચાલિત હાઇવે, મેટ્રો સિસ્ટમ્સ અને સ્માર્ટ સિટીઝનું બાંધકામ ‘બિન-વેપાર’ સેગમેન્ટના વેગમાં ફાળો આપી રહ્યું છે જે એક સમયે IHB-પ્રભુત્વ ધરાવતા બજારને ધીમે ધીમે સંતુલિત કરી રહ્યું છે.
2030 સુધીમાં ભારતની શહેરી વસ્તી 600 મિલિયનથી વધુ થવાનો અંદાજ છે, શહેરી વિસ્તારોમાં જગ્યાની માંગને પહોંચી વળવા માટે ઊંચી ઇમારતો દ્વારા વર્ટીકલ વિકાસ આવશ્યક બન્યો છે. જે માટે વધુ ઊંચાઈએ સલામતી અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે વિશિષ્ટ સિમેન્ટ ફોર્મ્યુલેશન અને તકનીકી જ્ઞાનની જરૂર ઉભી થઇ છે. ઉચ્ચ-શક્તિવાળા કોંક્રિટ અને નવા યુગના બાંધકામ સામગ્રીમાં અદાણી સિમેન્ટનું ઊંડું જ્ઞાન અને તકનીકી કુશળતા તેને આવા મહત્વાકાંક્ષી વર્ટિકલ વિકાસને ટેકો આપવા માટે એક આદર્શ સહયોગી તરીકે સ્થાન આપે છે. મહાન ઊંચાઈ સુધી પમ્પિંગ માટે ઑપ્ટિમાઇઝ કોંક્રિટ સપ્લાય કરવાથી લઈને ઝડપી સેટિંગ અને ઉચ્ચ લોડ-બેરિંગ ક્ષમતા માટે મિક્સ ડિઝાઇન પર સલાહ આપવા સુધીનો અદાણી સિમેન્ટનો અનુભવ ક્રેડાઇના સભ્ય વિકાસકારોને વિશ્વાસપૂર્વક ઊંચા અને વધુ જટિલ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં મદદ કરશે.
ક્રેડાઇના અગ્રણીઓએ પણ સમાન આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ભાગીદારી તેના સભ્ય વિકાસકારોને ભારતના ટોચના સિમેન્ટ ઉત્પાદકોમાંના એક પાસેથી ખાતરીબધ્ધ પુરવઠો અને અદ્યતન જાણકારી સાથે સશક્ત બનાવશે. અદાણી સિમેન્ટ હવે ભારતના હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વપરાતા સિમેન્ટમાં લગભગ 30% યોગદાન આપી રહી છે. અદાણી સિમેન્ટ અને ક્રેડાઇ બંનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સિનર્જી ગુણવત્તાના ધોરણોને આગળ વધારવા સાથે લાંબા ગાળા માટેની પધ્ધતિને પ્રોત્સાહન આપશે અને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પ્રકલ્પો પૂરા કરવાના સમયનમાં ઝડપ લાવશે.