Monday, April 21, 2025
HomeBBN-EXCLUSIVEમલેશિયામાં ભારતની બે દીકરીઓની ગૌરવપૂર્ણ સિદ્ધિ અને સન્માન

મલેશિયામાં ભારતની બે દીકરીઓની ગૌરવપૂર્ણ સિદ્ધિ અને સન્માન

Share:

અમદાવાદ, 15 એપ્રિલ : મલેશિયાના કુઆલાલંપુર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં મુંબઈ સ્થિત ઉદ્યોગ સાહસિક સોનિયા લાંબાને યંગ બિઝનેસ આંત્રપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગે ગુજરાતથી એક માત્ર પસંદગી પામનાર, વડોદરાના ગરિમા માલવણકરને પણ યંગ મીડિયા આઇકોન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો હતો.

ગરિમા માલવણકરે નાની ઉંમરે મીડિયાના વિવિધ ક્ષેત્રો રેડિયો, ટેલીવિઝન, ગવર્નમેન્ટ, કોર્પોરેટ, ફિલ્મ, પત્રકારત્વ, લેખનમાં જે કાર્ય કર્યું છે અને ખ્યાતિ પ્રાપ્ત કરી છે, તેને ધ્યાનમાં રાખી તેમને વિશેષ આમંત્રિત કરાયા હતા.

સોનિયા લાંબા એનિમેશન એન્ડ એન્ટરટેઈનમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ છે અને ગરિમા માલવણકર આ કાઉન્સિલના ઉપ પ્રમુખ છે. બંને મહિલાઓ પોત-પોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરી રહી છે અને નવી પેઢીમાટે પ્રેરણારૂપ બની છે.

આ કાર્યક્રમમાં જાણીતા મલેશિયન અભિનેતા અને તમિલ બિગ બોસના વિજેતા મુગેન રાવ, મલેશિયન શાહી પરિવારના સભ્યો અને દુબઈના પ્રખ્યાત સામાજિક કાર્યકર જોગા સિંહજી પણ હાજર રહ્યા હતા.

HMC ઇવેન્ટ્સ (દુબઈ) અને જોગા સિંહ જી દ્વારા આયોજિત યુનિવર્સલ આઇડોલ સ્પર્ધાના મલેશિયા ઓડિશન માટે જ્યુરી સભ્યો તરીકે સોનિયા લાંબા અને ગરિમા માલવણકરને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં આ સ્પર્ધા મુંબઈ અને દિલ્હીમાં પણ યોજાશે અને ફાઇનલ રાઉન્ડ દુબઈમાં યોજાશે.

આ અંગે સોનિયા લાંબાએ જણાવ્યું કે આ અદ્ભુત તક અને પ્રશંસનીય પહેલ માટે શકીલ હસનજીનો ખાસ આભાર કે જેમણે અમને આ પ્લેટફોર્મ અને તક આપી.

સોનિયા અને ગરિમાની આ સિદ્ધિ ફક્ત તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની વાત છે. આ બંને મહિલાઓ પોતાના કામ દ્વારા સાબિત કરી રહી છે કે જો ઇરાદા મજબૂત હોય, તો કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

આ વિશે વધુ વાત કરતા ગરિમા માલવણકર જણાવે છે કે, ‘પાંચ વર્ષથી પચાસ વર્ષ સુધીના વિવિધ ભાષાઓમાં ગાતા અનેક કન્ટેસ્ટન્ટ્સ આવ્યા હતા કે જેમાંથી અમે મલેશિયાથી 5 ફાઇનલિસ્ટ્સને અલગ-અલગ 3 રાઉન્ડની કોમ્પિટિશનમાં મૂલવીને દુબઈ માટે સિલેક્ટ કર્યા છે. મલેશિયાની મલય ભાષા, યમનથી આવેલ અરેબિક ગીત ગાયક, ઇંગ્લિશ, બોલિવૂડ, તમિલ, પાકિસ્તાનથી આવેલ કવ્વાલી ગાયક, કોરિયન ગાયક અને તેવા અનેક પ્રતિભાશાળી પરફોર્મર્સે એડીશન આપ્યા. યુનિવર્સલ આયડલની જ્યૂરી બની આટલી મોટી ઇન્ટરનેશનલ કોમ્પિટિશનના વિનર શોધવાની તક મળી તે મારા માટે ગર્વની વાત છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર દિવસોમાં આ ઓડિશન મુંબઈ, દિલ્હીમાં થશે અને વિવિધ દેશોમાંથી સિલેક્ટેડ ફાઈનલિસ્ટ્સના સ્ટુડિયો રાઉન્ડ પછી ફાઈનલ દુબઈમાં આયોજિત થનાર છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches