Wednesday, March 19, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADSVPI એરપોર્ટ પર નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી સીમલેસ પાર્કિંગ સુવિધા

SVPI એરપોર્ટ પર નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી સીમલેસ પાર્કિંગ સુવિધા

Share:

અમદાવાદ, 06 માર્ચ 2025: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે તેની પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવતર પહેલ થકી મુસાફરો UPI, ડિજિટલ વોલેટ્સ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ અથવા ફાસ્ટેગ-આધારિત ઓટોમેટિક ડિડક્શન દ્વારા પાર્કિંગ ચાર્જ સરળતાથી ચૂકવવી શકશે, તેનાથી રોકડ વ્યવહારોની જરૂરિયાત સંપૂર્ણપણે દૂર થાય છે.

નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ SVPI એરપોર્ટની ડિજિટલ પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે. વળી તે ભારત સરકારની ‘ડિજિટલ ઇન્ડિયા‘ પહેલ સાથે સુસંગત છે. મુસાફરો હવે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઇલ વોલેટ્સ જેવા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ચુકવણી કરી શકે છે. એરપોર્ટ પર ફાસ્ટેગ-આધારિત લેન છે, જેનાથી માનવીય હસ્તક્ષેપ વિના ઓટોમેટિક ડિડક્શન અને ઝડપી આવાગમન થઈ શકે છે.

આ પગલા સાથે SVPI એરપોર્ટ ફક્ત તેની પાર્કિંગ સેવાઓનું આધુનિકીકરણ જ નહીં પરંતુ સરળ ટ્રાફિક પ્રવાહને સક્ષમ કરવામાં તેમજ વિલંબ ઘટાડીને મુસાફરોના અનુભવમાં પણ સુધારો કરી રહ્યું છે. કેશલેસ સિસ્ટમ એક કાર્યક્ષમ અને અનુકૂળ પાર્કિંગ પ્રક્રિયા પૂરી પાડે છે, જે મુસાફરો અને મુલાકાતીઓ બંને માટે મુશ્કેલી-મુક્ત ચુકવણીમાં સહાય કરે છે.

SVPI એરપોર્ટ મુસાફરો માટે ડિજિટલ ગેટવે બનાવવા માટે FasTag આધારિત ગેટ્સની સંખ્યા વધારવાની પ્રક્રિયામાં છે, જેનાથી પાર્કિંગ અનુભવની ગતિ અને સુવિધામાં વધારો થાય છે. ચુકવણી સંબંધિત કોઈપણ સમસ્યા કે સહાય માટે મુસાફરો feedback.amd@adani.com પર સંપર્ક કરી શકે છે.

SVPI એરપોર્ટ ટેકનોલોજીકલ પ્રગતિને અપનાવી આધુનિક, કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ એરપોર્ટ બનાવીને ગ્રાહકોના ઉત્કૃષ્ટ અનુભવ માટે સમર્પિત છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335