Monday, April 21, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADક્રિકેટ દિગ્ગજ કપિલ દેવએ અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું

ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવએ અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું

Share:

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી

ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવએ ચેમ્પિયનશિપ શરૂ કરવા માટે પ્રથમ રેસનું પ્રારંભ કરાવ્યું

ગુજરાતની સાત સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા તરવૈયાઓએ ભાગ લીધો

કુલ 106 મેડલ અને 284 પોઈન્ટ સાથે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓવરઓલ ચેમ્પિયન બન્યું

અમદાવાદ, 30 માર્ચ 2025: અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે શનિવારે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી, જ્યાં વિશ્વકપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યા અને ઈવેન્ટનું ઉદઘાટન કર્યું.

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતનું પહેલું એવું સંસ્થાન બન્યું, જેણે ISSO રીજનલ ઈવેન્ટનું આયોજન કર્યું. ગુજરાતની સાત ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા તરવૈયાઓએ તેમાં ભાગ લીધો.

ISSO વિદ્યાર્થીઓને વિવિધ રમતગમતમાં સ્પર્ધા કરવાની તક પૂરી પાડે છે અને ખેલાડીઓમાં રમતગમતની ભાવના અને ટીમવર્કને પ્રોત્સાહન આપે છે. સમગ્ર દેશમાં યોજાતા આવી સ્પર્ધાઓ દ્વારા ISSO ભારતના ગ્રાસરૂટ રમતગમત વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

શનિવારે આયોજિત ISSO રીજનલ ઈવેન્ટમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે કુલ 106 મેડલ જીત્યા, જેમાં 19 ગોલ્ડ (વ્યક્તિગત), 36 ગોલ્ડ (રિલે), 22 સિલ્વર (વ્યક્તિગત), 8 સિલ્વર (રિલે), અને 21 બ્રોન્ઝ (વ્યક્તિગત) મેડલનો સમાવેશ થાય છે, અને કુલ 284 પોઈન્ટ સાથે ઓવરઓલ ચેમ્પિયન બની.

કપિલ દેવએ તેમની મુલાકાત વિશે કહ્યું, “મારે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ISSO સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપના ઉદઘાટનનો ભાગ બનવાનો આનંદ થયો. અહીંની રમતગમતની સુવિધાઓ અદ્ભુત છે અને સ્કૂલ જે રીતે શહેરમાં એક મજબૂત રમતગમત સંસ્કૃતિ વિકસાવવા માટે પ્રયત્નશીલ છે, તે જોઇને હર્ષ થાય છે. આવા પ્રયાસો ભારતમાં ભવિષ્યના ચેમ્પિયન્સ ઊભા કરવામાં મદદરૂપ થશે. અદાણી પરિવારને અભિનંદન અને ભારતીય રમતગમત માટે તેમની અમૂલ્ય યોગદાન માટે શુભકામનાઓ.”

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના હેડ, શ્રી સર્જિયો પાવેલ એ તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું,” “કપિલ દેવ સરને અમારી સ્કૂલમાં હોસ્ટ કરવાનો મોકો મળવો એ અમારે માટે ગૌરવની બાબત છે. તેમની હાજરીમાં વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સ સાથે થયેલી ભેટ અને સંવાદો અત્યંત સ્મરણિય રહ્યા. અમે તેમની આ મુલાકાત માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેમને અહીં સારો અનુભવ મળ્યો હશે.”

તેમણે વધુમાં ઉમેર્યું, “ગુજરાતનું પ્રથમ ISSO રીજનલ ઈવેન્ટ યોજીને, અમે અદાણી ગ્રૂપના રમતગમત વિકાસ માટેના દૃષ્ટિકોણને વધુ મજબૂત બનાવ્યું છે. અમે અમારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રમતગમતના અનુભવ પૂરો પાડવાની પ્રતિબદ્ધતા રાખીએ છીએ.”

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches