Wednesday, March 19, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, મળો આત્મનિર્ભર અને સશક્ત મહિલાઓને

ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, મળો આત્મનિર્ભર અને સશક્ત મહિલાઓને

Share:

બનાસકાંઠા અને તાપીના રમીલાબેનની કહાણી: ‘એક દીવાની દિવેટ’થી શરૂઆત, એક વર્ષમાં આવક એક લાખ પાર

તાપીમાં પરંપરાગત આદિવાસી ડીશ પીરસતી રેસ્ટોરન્ટનું વાર્ષિક ટર્નઓવર ₹ 41 લાખ
વર્ષ 2025 સુધી ભારતમાં 3 કરોડ ‘લખપતિ દીદી’નું લક્ષ્યાંક, ગુજરાત 10 લાખ મહિલાઓને જોડશે
આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

ગાંધીનગર, 7 માર્ચ 2025 : “સખીમંડળના લીધે અમને જીવવા માટે ઓક્સિજન મળ્યું,” આ શબ્દો છે બનાસકાંઠાના અલવાડાના રહેવાસી રમીલાબેન મુકેશભાઈ જોશીના, જેમણે 2024માં દીવાની દિવેટ બનાવવાની કામગીરી શરૂ કરીને માત્ર એક વર્ષમાં ₹ 1 લાખથી વધુની આવક મેળવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. ગુજરાતની મહિલાઓને આ યોજનાનો બહોળો લાભ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરિણામે અત્યારે રાજ્યમાં 1 લાખ 50 હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’ બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2024માં કહ્યું હતું કે, “લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે.” સમગ્ર દેશમાં 3 કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સામે ગુજરાત 10 લાખ લખપતિ દીદીના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે.

કઈ રીતે કામ કરે છે લખપતિ દીદી યોજના ?

આ યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક એક લાખથી વધુ થઇ શકે. મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે. તેના માટે સરકાર દ્વારા તાલીમ, આર્થિક સહાય અને બજાર સાથે જોડાણની સુવિધા આપવામાં આવે છે જેથી તેમની આવકમાં વધારો થઇ શકે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લખપતિ દીદી માટે નીચેની વિગત અનુસાર આવક ગણતરી કરવામાં આવે છે:

• કૃષિ અને સંલગ્ન વ્યવસાયની વર્ષ દરમિયાનની કુલ આવક.
• નોન ફાર્મ એક્ટિવિટી જેવીકે મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ, સર્વિસીઝ વગેરેની આવક.
• પરિવારમાં કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય તો તેની આવક.
• ફાર્મ તથા નોન –ફાર્મ વ્યવસાયમાં મજૂરી કામથી મળતી આવક.
• સરકારના યોજનાકીય લાભ દ્વારા મળેલ રકમ.
• કમિશન,માનદ વેતનથી પ્રાપ્ત આવક.

ગુજરાતમાં 7.9 લાખથી વધુ મહિલાઓની નોંધણી

ગુજરાતમાં 7,98,333 મહિલાઓની આ યોજના અંતર્ગત નોંધણી કરવામાં આવી છે. તેમાંથી 7,66,743 મહિલાઓ કૃષિ આધારિત રોજગારમાં સંકળાયેલી છે અને અન્ય મહિલા બિન-કૃષિ ક્ષેત્રો જેવા કે હસ્તકળા, ઉત્પાદન, સેવાઓ અને અન્ય નાના વ્યવસાયોમાંથી આવક મેળવી રહી છે.

આદિજાતિ જિલ્લાઓમાં 30 હજારથી વધુ લખપતિ દીદી

ગુજરાતમાં આ યોજનાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ તેમના કૌશલ્યથી આગળ વધી રહી છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 1,06,823 મહિલાઓની ઓળખ કરવામાં આવી છે અને 30,527 મહિલાઓની આવક એક લાખથી વધુ થઇ ગઇ છે.

તાપીમાં વનશ્રી રેસ્ટોરન્ટનું ટર્નઓવર ₹ 41 લાખને પાર

તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના કરંજવેલ ગામમાં રમીલાબેન પરષોત્તમભાઈ ગામિત દ્વારા દસ સખીમંડળની બહેનો સાથે વનશ્રી રેસ્ટોરન્ટનું સંચાલન કરવામાં આવે છે. સરકાર દ્વારા તેમને રેસ્ટોરન્ટ માટે જગ્યા અને સાધનસામગ્રી આપવામાં આવી હતી. રમીલાબેનના જણાવ્યા અનુસાર, “અમે ચાર વર્ષથી આ રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ અને અમને કરિયાણું અને અન્ય જરૂરી સામાન માટે ₹ 50 હજારની લોન મળી હતી. અત્યાર સુધીમાં અમે તે લોનની ભરપાઈ પણ કરી દીધી છે. પરંપરાગત આદિવાસી વાનગીઓ અમે જમાડીએ છીએ અને દર મહિને સાડા ત્રણથી ચાર લાખની આવક થાય છે. વર્ષ 2023માં અમારું ટર્નઓવર 40 લાખ હતું જે 2024માં 41 લાખ 88 હજાર જેટલું થઇ ગયું છે. આ કામગીરી માટે અમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આવક વધવાથી અમારા પરિવારને ઘણો ફાયદો થયો છે.”

124 માસ્ટર ટ્રેનર્સ દ્વારા 10 હજારથી વધુ લોકોને તાલીમ

આ યોજનાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે અમુક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવી છે જેમણે અત્યાર સુધી 10 હજારથી વધુ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપી છે. આ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને સહયોગ આપશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ડિજીટલ આજીવિકા રજીસ્ટર પર ડેટા અપડેટ કરવામાં આવે છે, જે દેખરેખની સાથે મહિલા સાહસિકોને તાલીમ, નાણાકીય સહયોગ અને માર્કેટ જોડાણ આપવામાં મદદરૂપ થાય છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335