Wednesday, March 19, 2025
HomeBBN-EXCLUSIVEમહાસંકટ v/s મોદી : કટોકટીથી કટોકટી સુધી, દર વખતે બની ગયા માસ્ટર-બ્લાસ્ટર

મહાસંકટ v/s મોદી : કટોકટીથી કટોકટી સુધી, દર વખતે બની ગયા માસ્ટર-બ્લાસ્ટર

Share:
24X7 મિશન મોડ પર મોદી : કોરોના સાયક્લોન પણ નતમસ્તક થઈ જશે

વિશ્લેષણ : કન્હૈયા કોષ્ટી, અમદાવાદ.

અમદાવાદ, 26 એપ્રિલ, 2021 (BBN). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ), ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ-BJP)ના સામાન્ય કાર્યકરથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદી પોતાના 50 વર્ષના સામાજિક-રાજકીય સંઘર્ષ કાળમાં હાલના સમયમાં સૌથી મોટા મહાસંકટનો સામનો કરી રહ્યા છે. કોરોના-સંક્રમણના વધતા કેસો, હૉસ્પિટલોમાં પથારીઓ તથા ઑક્સીજનની તંગીના કારણે જીવ ગુમાવતા દર્દીઓ અને એમનાં સગાં-સંબંધીઓની રોકકળ- આવાં દૃશ્યો જોઈને આખો દેશ આજે વિચલિત અવસ્થામાં છે, પરંતુ દેશના સર્વોચ્ચ નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિચલિત અને દૃઢ મનોબળ સાથે સ્થિતિને સુધારવામાં વ્યસ્ત છે.

નરેન્દ્ર મોદી કોરોના સાયક્લોનથી વધારેમાં વધારે લોકોને સહાયતા પહોંચાડવા માટે હવે 24X7 મિશન મોડ પર આવી ગયા છે. ન્યૂઝચૅનલો, સોશ્યલ મીડિયા અને અખબારોમાં પ્રકાશિત-પ્રસારિત ભયંકર દૃશ્યો તથા તસવીરોની વચ્ચે પણ મોદી જીવિત અને હતાશ લોકોનું મનોબળ એક ધૈર્ય સાથે વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો ટીકા-ટિપ્પણીઓ અને નિંદા-કૂથલીની વચ્ચે કેટલીક ત્રુટિઓને સુધારવા-નિવારવા માટે પણ સતત સક્રિય રહે છે.

અલબત્ત, મહાસંકટની આ કપરી ઘડીએ તકવાદીઓને મોદીની આકરી ટીકા કરવાનું ખુલ્લું મેદાન મળી ગયું છે, તો નિરાશાવાદીઓ તો એવું જ વિચારવા લાગ્યા છે કે, હવે તો દેશ રામભરોસે ચાલે છે, અને ભગવાન જ દેશને બચાવી શકશે, પરંતુ જે લોકો મોદીના 50 વર્ષના સામાજિક-રાજકીય ઇતિહાસથી પરિચિત છે એવા લોકો એક આશાવાદથી સભર હશે, કેમ કે તેમને સારી પેઠે ખબર છે કે, મોદીના જાહેર જીવનમાં મોટાં મોટાં સંકટ આવ્યાં છે, પણ દરેક વખતે મોદી દરેક સંકટ માટે બ્લાસ્ટર સાબિત થયા છે.

હા, એ વાત સાચી કે, આ વખતે વડાપ્રધાન શ્રી મોદી સમક્ષ તેમના જાહેર જીવનનું સૌથી મોટું મહાસંકટ આવીને ઊભું છે, પરંતુ મોદીના ડિઝાસ્ટર મૅનેજમેંટને સમજનારા લોકોને પૂરો ભરોસો છે કે, તેઓ આ વખતે પણ ભારતને વિકટ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી લેશે.

કટોકટી વખતે મોદી ઇન્દિરાના હાથમાં ન આવ્યા

એ દિવસો યાદ કરીએ કે જ્યારે તા. 25 જૂન, 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ તાનાશાહી-વર્તન કરીને સમગ્ર દેશમાં કટોકટી લાદી દીધી હતી. એટલું જ નહીં, ઇન્દિરા સરકારે મીડિયા અને વિપક્ષી સભ્યો પર પ્રચંડ પ્રહાર કરીને સામાન્ય પ્રજાની પીઠ પર પણ ભીષણ અત્યાચારનો કોરડો વીંઝ્યો હતો. અનેક વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કોઈ ચૂં કે ચાં કરી શકતું નહોતું. જનતા પાર્ટી, ભારતીય જનસંઘ સહિત સમગ્ર વિપક્ષોએ એકત્ર થઈને આ તાનાશાહી સામે સતત બે વર્ષ જેટલો સમય સંઘર્ષ કર્યો. આ સંઘર્ષશીલ નેતાઓમાં સંઘના સ્વયંસેવક તરીકે નરેન્દ્ર મોદી પણ આગલી હરોળમાં હતા. સૌ જાણે છે કે, ઇન્દિરા સરકારે હજારો વિપક્ષી નેતાઓને પકડી-પકડીને જેલમાં પૂરી દીધા હતા, પણ મોદીને પકડી શકી નહોતી. નીડર રહીને મોદી વેશ બદલીને સરકાર-વિરોધી આંદોલનને મજબૂત બનાવવાં દૃઢતાપૂર્વક યોગદાન આપતા રહ્યા.

મચ્છુની વિનાશલીલા વખતે મોદીનો સેવાયજ્ઞ

ગુજરાતના મોરબી ખાતે તા. 11 ઑગસ્ટ, 1979ના રોજ ભારે વરસાદના કારણે મચ્છુ બંધ તૂટી ગયો. બંધનાં બેફામ પાણી મોરબીમાં ચારેકોર પ્રસરી ગયાં અને વિનાશ વેરતાં રહ્યાં. આજે ભારત જ નહીં, બલકે સમગ્ર વિશ્વ મચ્છુ બંધની હોનારતના સંદર્ભે બે વાત હમેશાં યાદ કરે છેઃ એક, દેશમાં સર્જાયેલી આ દુર્ઘટનાના સમાચાર વિદેશી સમાચાર-માધ્યમ BBC-રેડિયોએ સૌપ્રથમ પ્રસારિત કર્યા હતા. બીજું, મચ્છુ બંધની હોનારત વખતે અસરગ્રસ્તોની સેવામાં રાજ્ય કે કેન્દ્ર સરકારથી પણ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પહોંચી ગયા હતા.

નોંધનીય વાત એ છે કે, એ વખતે મોરબી પહોંચેલા RSSના હજારો સ્વયંસેવકોમાં 29 વર્ષીય એક જોશીલો યુવાન પણ હતો, અને કોઈ પણ ભેદભાવ વિના જે જે થઈ શક્યું તે બધું જ અસરગ્રસ્તોની રાહત માટે કરતો હતો. એ જ યુવાન આજે આ દેશના વડાપ્રધાન પદે છે. મોદીએ કુદરતી અને કૃત્રિમ એવી બંને પ્રકારની ત્રુટિઓના કારણે આવેલી એ હોનારતના કપરા કાળમાં સંક્રમણ સહિત કોઈ પણ પ્રકારની પોતાની પરવા કર્યા વિના રાત-દિવસ એ અસરગ્રસ્તોની સેવાનો મહાયજ્ઞ જારી રાખ્યો હતો.

જ્યારે કંડલા ચક્રવાત-ભૂકંપની હોનારતો તક બની ગઈ

દરમિયાન, તા. 1 જૂન, 1998ના રોજ કચ્છ ખાતે ગુજરાતના સૌથી મોટા બંદર પર વિનાશક ચક્રવાત ફૂંકાયું હતું. 1987માં જ આરએસએસમાંથી ભાજપમાં આવી ચૂકેલા નરેન્દ્ર મોદી કંડલા ચક્રવાતના સંકટ-સમયે ગુજરાતની બહાર હતા. તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અવિરત રીતે કાર્ય કરી શકે તે માટે ભાજપ હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીને દિલ્હી બોલાવી લીધા હતા.

બીજી તરફ, 10 હજાર લોકોને વિનાશના મુખમાં ધકેલી ચૂકેલા ચક્રવાત બાદની સ્થિતિને પણ પહોંચી વળવામાં કેશુભાઈ સરકાર સતત નિષ્ફળ જતી હતી. ચારેકોર ટીકાઓનો વરસાદ વરસતો હતો. એવામાં વળી તા. 26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં ભયંકર મહાવિનાશકારી ભૂકંપે આવીને તારાજી ફેલાવી દીધી અને મુખ્યમંત્રીપદ વધારે હલી ગયું. પરિણામે, આવી આફતો સામે લડવામાં નિષ્ફળ જવાના આરોપસર ભાજપ હાઈકમાંડે કેશુભાઈ પટેલને ખસેડીને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા. આ રીતે બંને સંકટો નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી માટે વરદાન સાબિત થયાં, પરંતુ હવે તો તેમની સમક્ષ આ વરદાનને વાસ્તવમાં પ્રજા વચ્ચે જઈને સાકાર કરવાનો મોટો પડકાર મોં ફાડીને ઊભો હતો.

ભૂકંપે વેરેલા વિનાશની સામે મોદીનો વિકાસ

તા. 7 ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બનવાના સમયે જ નરેન્દ્ર મોદી સમક્ષ 9 મહિના પહેલાં આવેલા ભીષણ ભૂકંપથી ગુજરાતની ભૂમિ પર વેરાયેલા વિનાશને વિકાસમાં પલટાવવાનો હિમાલય-સમાન પડકાર હતો, પણ મોદીએ આ સંકટને પણ તકમાં ફેરવી નાખ્યું. મોદીનું આફત-સંચાલન (ડિઝાસ્ટર મૅનેજમેંટ) એટલું જબરદસ્ત હતું કે, કચ્છ માત્ર ઊભું જ ન થયું, બલકે દોડવા માંડ્યું! એટલું જ નહીં, શ્રેષ્ઠ આફત-સંચાલન અને ઉચ્ચ પ્રકારના ભૂકંપ-પુનર્વસન કાર્યો માટે અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ ગુજરાતને પ્રાપ્ત થયા. ભૂકંપ-સંકટ સાથે બાથ ભીડવામાં વિશ્વભરમાં સરેરાશ 7 વર્ષ લાગે છે, તેની સામે માત્ર ત્રણ જ વર્ષમાં ભૂકંપ-પુનર્વસન કાર્ય કરી દેખાડીને ગુજરાત-ભારત સહિત વિશ્વભરમાં ભૂકંપ-ડિઝાસ્ટર મૅનેજમેંટનું એક નવું મોડલ મોદીની ગુજરાત સરકારે સિદ્ધ કરી દેખાડ્યું.

હિંસા અને રમખાણોથી કાયમી મુક્તિ સુધીની યાત્રા

ગુજરાત હજી તો ભૂકંપની હોનારતની કડવી યાદોને ભુલાવવા મથી રહ્યું હતું એવામાં તા. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 કમ્પાર્ટમેંટમાં ભયંકર આગ લાગી અથવા લગાડવામાં આવી. આ ઘટનાથી અયોધ્યાથી પાછા ફરી રહેલા 59 કારસેવકોનું મૃત્યુ થયું, તેઓ સળગી ગયા. આ ઘટના બાદ ગુજરાત કોમી રમખાણોમાં ભડકે બળવા લાગ્યું. તા. 28 ફેબ્રુઆરીથી અમદાવાદ, સુરત, વડોદરા સહિત ગુજરાતના 500થી વધારે વિસ્તારો ભીષણ રમખાણોના રણક્ષેત્રમાં ફેરવાઈ ગયા. ચારે દિશાઓમાં સતત મારામારી અને કાપાકાપીનાં દૃશ્યો વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપો અને આક્ષેપોનો સતત મારો ચાલ્યો. પરંતુ ટીકા-ટિપ્પણીઓ-પ્રશંસા-ખુશામતો સામે સ્થિતપ્રજ્ઞ રહેવા ટેવાયેલા અને અવિચલિત સ્વભાવના ધણી એવા મોદીએ માત્ર 4 મહિનામાં જ ગુજરાતભરમાં ચિરકાલીન શાંતિ પ્રસરાવી દીધી. ચિરકાલીન એટલા માટે કારણ કે, ગુજરાતનો ઇતિહાસ કોમી રમખાણોથી ભર્યો પડ્યો હતો, પરંતુ 2002નાં રમખાણો બાદ ગુજરાતમાં ન મોદી-શાસનમાં કે ન એમની બાદ કોઈના પણ શાસનમાં 19 વર્ષ સુધી કોઈ રમખાણોએ માથું ઊંચક્યું નથી. એટલું જ નહીં, મોદીએ ગુજરાતના લોકોને વિકાસની એવી કેડી દર્શાવી કે જેમાં જાતિ-ધર્મ કે સંપ્રદાયનો કોઈ ભેદ ન રહ્યો, અને એ કેડી પર ગુજરાતના દરેક નાગરિકે પગ મૂક્યો અને એમ કરીને એ કેડીને આજે મોટો રાજમાર્ગ બનાવી દીધો. દરેક નાગરિકને લાગ્યું કે શાંતિમાં જ આપણો વિકાસ રહેલો છે.

અમેરિકન વિઝા બન્યા રાજનૈતિક વિઝા

2002નાં રમખાણો બાદ સમગ્ર દેશ તથા દુનિયામાં નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ભારે નકારાત્મક પ્રચારનો સિલસિલો ચાલ્યો. આ પ્રચાર અમેરિકા પણ પહોંચ્યો અને 2005માં મોદીને અમેરિકાએ વિઝા આપવાનો ઇનકાર કરી દીધો. આ ઇનકાર નરેન્દ્ર મોદી માટે નહીં, બલકે ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી માટે હતો, જે પ્રજા દ્વારા ચૂંટાયેલા હતા. અમેરિકાના આ પગલાનો વિરોધ ભારતીય જનતા પક્ષ કરે એ તો સ્વાભાવિક હતું, પણ એક મુખ્યમંત્રીને વિઝા ન આપવાના અમેરિકન સરકારના આ નિર્ણયને સમગ્ર ભારતની લોકશાહીની વિરુદ્ધનો માનવામાં આવ્યો. એટલે, કૉંગ્રેસ-યુપીએના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર, કૉંગ્રેસ પાર્ટી સહિત તમામ બિન-ભાજપી પક્ષોને પણ મને-કમને મોદીના ટેકામાં અમેરિકાની ટીકા કરવી પડી! આમ, અમેરિકાએ એક રીતે પોતે જ મોદીને ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરવાના વિઝા આપી દીધા!

સુપ્રીમ કોર્ટ-સીબીઆઈથી સદ્ભાવના મિશન સુધી

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને 2002નાં રમખાણો, નકલી એન્કાઉન્ટર વગેરે અનેક મુદ્દે કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) સહિત અનેક તપાસ-એજન્સીઓ તથા નીચલી અદાલતોથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી પડકારો ભોગવવા પડ્યા. આ બધાંની વચ્ચે મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2002 અને 2007માં ભાજપને સતત વિજય અપાવ્યો. દરમિયાન, ગુજરાતમાં મોદીનાં વિકાસકાર્યોની દેશ-વિદેશમાં મોટા પાયે ચર્ચા ચાલી. તે બાદ કુદરતે એવી સ્થિતિ ઉત્પન્ન કરી કે મોદીએ 2011માં સદ્ભાવના મિશનનો પ્રારંભ કર્યો અને એના માધ્યમથી દેશ-દુનિયા સમક્ષ ગુજરાતના ધાર્મિક ભેદભાવ-રહિત વિકાસના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સદ્દભાવના મિશનની સાથે-સાથે મોદીએ લગભગ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશની તરફ પ્રયાણ શરૂ કરવાનું પણ નિશ્ચિત કરી લીધું.

હવે કોરોના મહાસંકટને પણ હરાવશે મોદી

26 મે, 2014ના રોજ પ્રથમ વાર દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ અનેક પડકારોનો સામનો કર્યો છે, અને દરેક પડકારને જડબાંતોડ જવાબ આપ્યો છે. આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇકથી માંડીને એર-સ્ટ્રાઇક તથા કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવા જેવાં સાહસિક કદમો ભરીને મોદીએ મજબૂત નેતાગીરીનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. જોકે, આ વખતે મોદી એક વડાપ્રધાન તરીકે અત્યાર સુધીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. પરંતુ 50 દાયકામાં 5 મોટા અને પચાસ જેટલા નાના નાના પડકારો અને સંકટોમાંથી સફળતાપૂર્વક નીકળી જનારા માસ્ટર ઑફ ડિઝાસ્ટર મૅનેજમેંટ બનેલા નરેન્દ્ર મોદી આ વખતે પણ કોરોના ક્રાઇસીસ માટે બ્લાસ્ટર સિદ્ધ થશે, એવી આપણે નાગરિક તરીકે આશા રાખીએ.

READ IN HINDI : महासंकट V/S मोदी : आपातकाल से आपातकाल तक, हर बार बने ‘ब्लास्टर’

RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches

- Vadnagar development"गुजरात डिजिटल पहल""ग्रामीण इंटरनेट कनेक्टिविटी""ग्रामीण क्षेत्रों में इंटरनेट""फाइबर टू द होम""स्मार्ट होम्स""हर घर कनेक्टिविटी"“SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી000 કરોડ રોકાણ000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે000-1112 lakh tax free181 Abhayam2025 बजट215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 335