Saturday, July 12, 2025
HomeBBN-EXCLUSIVEમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી

Share:

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:

ગુજરાત જાપાન માટે સેકન્ડ હોમ છે

રાજ્ય સરકાર સેમીકોન સેક્ટરને વિશેષ અગ્રતા આપીને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિશ્ચિત સમયમાં પુરુ પાડવાના સંકલ્પ સાથે કાર્યરત છે

ધોલેરા SIRમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં રોકાણો માટે જાપાનની અનેક કંપનીઓ ઉત્સુક
ગુજરાતમાં કાર્યરત જાપાની કંપનીઝને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કરતા જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચીએ જાપાનના મિનિસ્ટર ઓફ ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ સુશ્રી કોયોકો હોકુગો સાથે ગાંધીનગરમાં લીધી હતી.

જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં ૧૫૦ જેટલા અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીને શુક્રવારે મળ્યા હતા.

ભારત જાપાન ફ્રેન્ડશીપના ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જાપાન ગુજરાત સાથેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઈચ્છુક છે. એટલું જ નહિ, ગુજરાતમાં ૩૫૦થી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને જે સહયોગ મળી રહ્યો છે તે પણ પ્રશંસનીય છે તેમ શ્રીયુત ઓનો કેઈચીએ જણાવ્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, જાપાન માટે ગુજરાત સેકન્ડ હોમ છે ગુજરાતમાં બે જાપાન ટાઉનશીપ, જાપાનીઝ રેસ્ટોરન્ટ અને જાપાનીઝ ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ જાપાનની સહભાગીતાનો ઉલ્લેખ કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી અને જાપાનના તત્કાલિન વડાપ્રધાન શ્રી શીન્ઝો આબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઈન્ડો-જાપાન એન્યુઅલ સમિટ 2017 દરમિયાન થયેલા સમગ્ર MOU ફળીભુત થયા છે.

જાપાનના રાજદૂતે ખાસ કરીને ધોલેરા SIRમાં સેમીકોન ઇન્ડસ્ટ્રીઝના વિકાસની ભૂમિકા આપતા કહ્યું કે, સેમિકન્ડક્ટર ક્ષેત્રે જાપાનની નિપૂણતાનો ગુજરાતને લાભ મળે તેવી તેમની નેમ છે.

જાપાનની ઘણી સેમીકોન કંપની ધોલેરામાં રોકાણો માટે ઉત્સુક છે તે માટે ગુજરાત સરકાર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને માનવ સંસાધન વિકાસ માટેની સુવિધાઓ વધુ સંગીન બનાવે તેવો અનુરોધ તેમણે મુખ્યમંત્રીશ્રીને કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર સેમિકન્ડક્ટર સેક્ટરને વિશેષ અગ્રતા આપે છે. એટલું જ નહીં, નિશ્ચિત સમયાવધિમાં જરૂરી બધી જ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પૂરી પાડવાના સંકલ્પ સાથે કામ કરી રહી છે.

જાપાનના રાજદૂતે સેમિકન્ડક્ટર સેક્ટરમાં શ્રેષ્ઠ ઇકો સિસ્ટમ કઈ રીતે ઊભી થઈ શકે તે માટે જાપાનની મિઝુહો બેન્ક દ્વારા ધોલેરા અને જાપાનના સેમીકોન પાર્કમાં સર્વે કરવામાં આવી રહ્યો છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ સર્વેમાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સહયોગની તત્પરતા વ્યક્ત કરતા ઉમેર્યું કે, સેમીકોન ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય અને ગુજરાતને સેમિકન્ડકટર હબ બનાવવામાં આ સર્વે ઉપયુક્ત બનશે.

જાપાન રાજદૂત શ્રીયુત કેઈચીએ ગુજરાતમાં EV ઉત્પાદન માટે જાપાનની કંપનીઝની ઉત્સુકતા દર્શાવવા સાથે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેઈલ કોરીડોર-બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પણ પરસ્પર સહકારથી વધુ ગતિ લાવવાની હિમાયત આ બેઠકમાં કરી હતી.

તેમણે જાપાન-ભારત-ગુજરાતના સંબંધોનો સેતુ વાણિજ્ય-ઔદ્યોગિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનથી વધુ મજબુત કરવાની નેમ પણ દર્શાવી હતી.

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને ગુજરાતમાં જાપાનના ઓનરરી કાઉન્સેલ શ્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches