DMIHER દ્વારા સમાજસેવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માન
અમદાવાદ (ગુજરાત), 6 મે, 2025: ડૉ. પ્રીતિ અદાણીને આજે દત્તા મેઘે ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી), વર્ધા, મહારાષ્ટ્ર દ્વારા ડોક્ટર ઑફ સાયન્સ (D.Sc.) ની માનદ પદવી એનાયત કરવામાં આવી છે. ડૉ. પ્રીતિ અદાણી ભારતમાં સૌથી ઝડપથી વિકસતી અગ્રણી કંપનીઓનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવતા અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે.
સંસ્થાના 16મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત ડૉ. અદાણીને DMIHERના ચાન્સેલર દત્તા મેઘે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સ્વીકારતા ડૉ. અદાણીએ જણાવ્યું હતુ કે, ” ડોક્ટરેટની આ પદવી સ્વીકારતા હું ગર્વ અનુભવું છું. તે મારા એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ” સેવા સાધના છે, સેવા પ્રાર્થના છે અને સેવા એ જ પરમાત્મા છે.” હું સમાવિષ્ટ પ્રણાલીઓ અને ઉકેલોને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છું, જે કાયમી પરિવર્તન લાવે છે, વંચિતોનું ઉત્થાન કરે છે, શિક્ષણ અને આરોગ્યસંભાળની પહોંચને વિસ્તૃત અને સમુદાયોને સશક્ત બનાવે છે.”
ફેબ્રુઆરી 2020 માં ડૉ. અદાણીને ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા સમાજ કલ્યાણમાં અસાધારણ યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. જાન્યુઆરી 2019 માં ડૉ. અદાણીને રોટરી ક્લબ ઓફ પાલનપુર, ગુજરાત દ્વારા બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2022 માં તેમને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) એવોર્ડ ઓફ એક્સેલન્સ ફોર સોશિયલ ઇમ્પેક્ટ એનાયત કરવામાં આવ્યો હતો.
ડૉ. અદાણી એક ડેન્ટલ સર્જન છે. ક્લિનિકલ કારકિર્દી કરતાં તેમણે જાહેર સેવાનો માર્ગ પસંદ કર્યો. ભારતમાં તેને આગળ ધપાવતા ૧૯૯૬ માં સ્થાપિત અદાણી ફાઉન્ડેશન દ્વારા તેઓ કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત સતત નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અદાણી ફાઉન્ડેશન પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ટકાઉ અસર ઉભી કરવામાં મોખરે રહ્યું છે: શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ટકાઉ આજીવિકા, આબોહવા કાર્યવાહી અને સમુદાય વિકાસ.
બિન-લાભકારી સંસ્થા અદાણી ફાઉન્ડેશન બાળકો, મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના જીવનમાં કાયમી અસર ઉભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તે ભારતના ૨૧ રાજ્યોના ૬,૭૬૯ ગામડાઓમાં ૯૧ લાખથી વધુ લોકો સુધી પહોંચે છે.
અદાણી ફાઉન્ડેશન વિશે
1996 થી અદાણી જૂથની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા અદાણી ફાઉન્ડેશન, સમગ્ર ભારતમાં ટકાઉ પરિણામો માટે વ્યૂહાત્મક સામાજિક રોકાણો કરવા માટે ચપળ અને ઊંડે પ્રતિબદ્ધ છે. તે શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ટકાઉ આજીવિકા, આબોહવાની ક્રિયા અને સમુદાય વિકાસના મુખ્ય ક્ષેત્રોમાં બાળકો, મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોના જીવનને સશક્તિકરણ અને સમૃદ્ધ બનાવી રહ્યું છે. ફાઉન્ડેશનની વ્યૂહરચનાઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં સંકલિત છે. અદાણી ફાઉન્ડેશન હાલમાં 21 રાજ્યોના 6,769 ગામડાઓમાં કાર્યરત છે, જે 9.1 મિલિયન જીવન પર સકારાત્મક અસર કરી રહ્યું છે.
વધુ માહિતી માટે મુલાકાત લો, www.adanifoundation.org
મીડિયા પ્રશ્નો માટે સંપર્ક કરો, રોય પોલ: roy.paul@adani.com