ક્લિનિકલ સ્ટાફ પરનો ભાર ઘટાડતા ‘જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ્સ’
ભારતની આરોગ્ય વ્યવસ્થા હોસ્પિટલ બેડ, વીમા પ્રિમીયમ અને ખાનગી હોસ્પિટલોના વિસ્તરણની આસપાસ કેન્દ્રિત છે. પરંતુ તે સિવાય વધુ એક ચિંતાનો વિષય છે કુશળ માનવીય સારસંભાળની અછત. ફક્ત ડોકટરો કે નર્સો જ નહીં પરંતુ રોજિંદા વ્યાવસાયિકો મેડિકલ સિસ્ટમને ગતિશીલ રાખે છે. તેઓ સિસ્ટમને ખરા અર્થમાં જીવંત રાખી દર્દીઓની સંભાળ રાખે છે, આરામ આપે છે અને દર્દીઓના સાચા સગા બનીને સેવા કરે છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર આવા જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ્સ (GDA) સહિતના કાર્યક્રમો ચલાવી હોસ્પિટલો અને દર્દીઓને મદદરૂપ થઈ રહ્યું છે.
આરોગ્ય ક્ષેત્રે આપણી માળખાગત સુવિધાઓ તેમજ અત્યાધુનિક ટેકનોલોજીમાં સતત સુધારો-વધારો થઈ રહ્યો છે. પરંતુ આપણી પાસે દર્દીઓની સાર સંભાળ માટેની માનવ સાંકળ ઓછી છે. દેશને તેજસ્વી દિમાગ જેટલી જરૂર માનવીય કાળજી લેતા મદદગાર હાથની પણ છે. આરોગ્ય સહાયક કાર્યકરો – જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ્સ (GDA), વોર્ડ સ્ટાફ અને સંલગ્ન આરોગ્ય વ્યાવસાયિકો – હોસ્પિટલોને સરળતાથી ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દર્દીઓની મહત્વપૂર્ણ સેવા નિરીક્ષણ કરી તેઓ ક્લિનિકલ સ્ટાફ પરનો ભાર ઘટાડે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દર 1,000 લોકોએ એક ડૉક્ટરની ભલામણ કરે છે. જ્યારે ભારત હાલમાં 1:1,511 પર છે. પરિણામે ડૉક્ટકોને વધુ પડતો બોજ, નર્સોને ઓવરટાઈમ અને દર્દીઓને વધુ રાહ જોવી પડે છે. આ સમસ્યા માત્ર ગામડાઓમાં જ નહીં, પરંતુ શહેરોની હોસ્પિટલોમાં પણ છે. તેના ઉકેલનો એક અવગણાયેલ ભાગ છે પ્રશિક્ષિત આરોગ્યસંભાળ સહાયક વ્યાવસાયિકોની મજબૂત કેડર. હજારો યુવા ભારતીયો માટે “સહાયક સ્ટાફ”ની ભૂમિકા રોજગારી કરતાં વધુ છે.
GDA કૌશલ્ય નિર્માણ કાર્યક્રમ સામાજિક ગતિશીલતા માટેની એક સીડી છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) દ્વારા તેનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ પ્રોગ્રામ દ્વારા, ASDC ભારતભરના યુવાનોને આત્મવિશ્વાસ અને કૌશલ્ય સાથે આવશ્યક આરોગ્યસંભાળ ભૂમિકાઓ માટે તૈયાર કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં, ASDC ના આરોગ્યસંભાળ કૌશલ્ય કાર્યક્રમો (જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ અને એડવાન્સ હેલ્થકેર) દ્વારા 5,718 વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી છે, અને તે સંખ્યા દર વર્ષે વધી રહી છે. ભારત ક્રોનિક બીમારીઓમાં વધારો, વૃદ્ધોની વધતી વસ્તી અને આરોગ્યસંભાળની પહોંચમાં વિસંગતતાનો સામનો કરી રહ્યું છે. તેવામાં કુશળ આરોગ્ય કર્મચારીઓની માંગ વધી રહી છે. એક પ્રશિક્ષિત GDA આરોગ્ય સારસંભાળ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરી અવરોધો ઘટાડે છે અને ક્લિનિકલ ગતિશીલતા લાવે છે.
GDA કાર્યક્રમ ફક્ત રોજગાર સર્જન જ નહી પરંતુ એક સ્થાયી, સમાન, માનવ-કેન્દ્રિત આરોગ્યસંભાળ પ્રણાલી બનાવે છે. આરોગ્યસંભાળનું ભવિષ્ય માત્ર નીતિગત સુધારાઓ કે ડિજિટલ સાધનોમાં જ નથી. પરંતુ તે એવા લોકોના હાથમાં છે જેઓ દરરોજ દેખાય છે, શાંતિથી કામ કરે છે અને ખાતરી કરે છે કે પ્રત્યેક દર્દી કે ડૉક્ટર નિરાશ ન થાય.