Wednesday, May 28, 2025
HomeBBN-EXCLUSIVEઅદાની ડિફેન્સએ ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો ( Sonobuoys) માટે...

અદાની ડિફેન્સએ ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો ( Sonobuoys) માટે સ્પાર્ટન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી

Share:

અમદાવાદ, ૧૮મી મે, ૨૦૨૫: ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી  ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ એલબિટ સિસ્ટમની એક ગૃપ કંપની અને આધુનિક સબ મરીન વિરોધી વોરફેર સિસ્ટમ્સ પુરી પાડતી સ્પાર્ટન (ડીલીઓન સ્પ્રિંગ્સ એલએલસી) સાથે સહયોગ માટે બંધન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય અને વૈશ્વિક બજારો માટે જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને અદ્યતન એન્ટિ-સબમરીન વોરફેર (એએસડબ્લ્યુ)ના ઉપાયોની સ્થાનિક કક્ષાએ એકત્રીકરણની દીશામાં આ ભાગીદારી નોંધપાત્ર પગલું છે.

આ સહયોગ સાથે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતમાં સ્વદેશી સોનોબ્યુઓસ ઉપાયો ઓફર કરનારી ભારતના ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની બનીને ભારતના આત્મ નિર્ભર તરફના પ્રયાણમાં યોગદાન આપવાના તેના સંકલ્પને અંકીત કરે છે. આ ભાગીદારી ભારતીય નૌકાદળ માટે વિકાસ, ઉત્પાદન અને નિર્વાહમાં અદાણી સંરક્ષણની સ્થાપિત કુશળતા સાથે સ્પાર્ટનની અગ્રણી એન્ટી સબ મરીન વોરફેર ટેકનોલોજીને જોડશે.

સોનોબ્યુઓસ એ અન્ડરસી ડોમેન અવેરનેસ (યુડીએ) ને વધારવા માટે એક મિશન-ક્રિટિકલ પ્લેટફોર્મ છે, જે સબમરીન અને  અંડરવોટર  અન્ય ધમકીઓને શોધવા અને તેનો પીછો કરવા માટે અસરકારક માધ્યમ પુરું પાડે છે. એન્ટિ-સબમરીન વોરફેર (એએસડબ્લ્યુ) અને અન્ય નૌકા કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતી આ સિસ્ટમ નૌકા સુરક્ષા જાળવવામાં અને નૌકા કાફલા ઉપર ત્રાટકતા જૂથો સામે સુરક્ષિત રાખવામાં ટેકો આપે છે.

        વૈશ્વિક બજારોમાંથી આ નિર્ણાયક નૌકા ક્ષમતાની ભારત દાયકાઓથી આયાત કરવા સાથે વિદેશી OEM પરનું આપણું અવલંબન વધારી રહી છે. ‘આત્મ નિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ સાથે જોડાયેલા સ્પાર્ટનના ભારતીય નૌકાદળ સાથેના ઘનિષ્ઠ સંબંધો હવે ભારતમાં બનેલા આ ઉકેલોની ડિલિવરીને સ્વદેશી કરવા માટે અદાણી ડિફેન્સને સવલત આપશે.

અદાણી એન્ટરપ્રાઇઝના વાઇસ પ્રેસિડેન્ટ, જીત અદાણીએ આ અંંગે ટિપ્પણી કરી જણાવ્યું હતું કે, “વધુને વધુ અસ્થિર અને પ્રતિકૂળ દરિયાઇ હવામાનમાં  ભારતની અન્ડરસી યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવવી એ ફક્ત વ્યૂહાત્મક અગ્રતા નથી, પરંતુ આ૫ણા દેશના સાર્વભોમત્વ અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે અનિવાર્ય છે. ભારતીય નૌકાદળ માટે એક સંકલિત મિશન-રેડી આઇએસઆર અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓ જરૂરી છે, જેમાં સોનોબ્યુઓસ જેવી જટિલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે, જે સ્વદેશી રીતે વિકસિત, ઝડપથી તહેનાત કરી શકાય તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક છે. સ્પાર્ટન સાથેની આ ભાગીદારી મારફત સ્વદેશી સોનોબયુઓસ ઉપાયો ઓફર કરનારી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેેસ ભારતની સર્વ પ્રથમ ખાનગી કંપની બની છે. ભારતમાં ડિઝાઇન, વિકસિત અને વિતરિત કરવામાં આવેલી વિશ્વ-કક્ષાની ક્ષમતાઓ સાથે ભારતના સશસ્ત્ર દળોને સશક્ત બનાવવાની અમારા સમૂહની દ્રષ્ટિને આ પહેલ ભારત અને વિશ્વ સમક્ષ પ્રતિબિંબિત કરે છે. એમ તેમણે કહ્યું હતું.

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીએ કહ્યું હતું કે દાયકાઓથી ભારત આવી જટીલ ટેકનોલોજીની આયાત ઉપર નિર્ભર રહ્યું છે. વિશ્વ કક્ષાની સોનોબ્યુઓસ ટેક્નોલજી લાવવા અને તેને ભારતની સંરક્ષણ ઇકોસિસ્ટમ સાથે સંકલિત કરવા માટે આ જટિલ ડોમેનમાં આપણી  ક્ષતાઓને આત્મનિર્ભર બનાવવા તરફનું આ ભાગીદારી એક કદમ છે.

સ્પાર્ટન ડેલિઓન સ્પ્રિંગ્સ એલએલસીના સીઈઓ અને પ્રેસિડેન્ટ ડોન્નેલી બોહનએ ઉમેર્યું હતું કે સ્પાર્ટન પાસે સમસ્યા હલ કરવા, આધુનિક ઇજનેરી અને અમેરિકાના શ્રેષ્ઠ દરિયાઇ સંરક્ષણ ઉકેલોના ઉત્પાદન માટે લાંબો અનુભવ અને વારસો છે. અમારી સફળ નિવડેલી એન્ટી સબમરીન વોરફેર ((ASW) ટેકનોલોજીને ભારતમાં લાવવા માટે અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ સાથે ભાગીદારી કરવાનું અમોને ગૌરવ છે. આ ભાગીદારી અમોને સ્થાનિક કક્ષાએ એસેમ્બલી કરવા, ઉચ્ચ તકનીકી કુશળતા પ્રસ્થાપિત કરવા અને અને ભારતીય નૌકાદળની જરૂરિયાતોને અનુરૂપ વિશ્વસનીય એન્ટી સબમરીન વોરફેર ઉપાયો  પહોંચાડવા માટે અમોને સક્ષમ બનાવશે

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches