ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમાક ઝોન લિમિટેડ (APSEZ) ના ટાર્ગેટ પ્રાઈઝમાં વધારો થયો છે. મોર્ગન સ્ટેનલીએ અદાણી પોર્ટ્સ માટેનો લક્ષ્ય ભાવ રૂ. 1415 થી વધારીને રૂ. 1418 કર્યો છે. મોર્ગન સ્ટેનલીએ કંપનીના સ્થિતિસ્થાપક બિઝનેસ મોડેલ અને વૈવિધ્યસભર કાર્ગો અને ભૌગોલિક મિશ્રણને ધ્યાને રાખી લક્ષ્યાંક ભાવમાં વધારો કર્યો છે.
બ્રોકરેજ ફર્મે APSEZ પર “ઓવરવેઇટ” રેટિંગ જાળવી રાખ્યું છે. તે કાર્ગો વોલ્યુમ્સમાં સંકલિત બિઝનેસ મોડેલનો લાભ લેવાના કંપનીના વ્યૂહાત્મક અભિગમને પ્રતિબિંબિત કરે છે.
વૈવિધ્યસભર કાર્ગો મિશ્રણ ધરાવતા APSEZ નું બિઝનેસ મોડેલને ફ્લેક્સીબલ છે. તેનું યુએસમાં એક્સપોઝર પણ મર્યાદિત છે. એટલે કે કુલ કાર્ગોના 5% કરતા ઓછું છે. મોર્ગન સ્ટેનલીના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 26 માં APSEZ વોલ્યુમ 13% વધીને 510 મિલિયન ટન થશે. વિઝિંગમ પોર્ટ, WCT, ગોપાલપુર અને તાંઝાનિયા જેવા નવા પોર્ટસનો ઉમેરો થતા કાર્ગો વોલ્યુમની ક્ષમતામાં પણ વધારાને થવાનો અંદાજ છે.
બ્રોકરેજ કંપનીએ એમ પણ કહ્યું છે કે ભારતને અમેરિકા સાથે વેપાર કરાર કરવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તે થવાની અપેક્ષા છે. જેનાથી ભારતને મધ્યમથી લાંબા ગાળે અમેરિકાના વેપારમાં હિસ્સો મેળવવામાં મદદ મળી શકે છે. વળી સ્થાનિક મુખ્ય સૂચકાંકો હકારાત્મક રહેવાથી APSEZ ની વૃદ્ધિની સંભાવનાઓને વધુ ટેકો મળી રહ્યો છે.
મોર્ગન સ્ટેનલીએ APSEZ નો ભાવ લક્ષ્યાંક રૂ. 1415 થી વધારીને રૂ. 1418 કર્યો છે, અને નાણાકીય વર્ષ 2026 અને નાણાકીય વર્ષ 2027 ના કમાણીના અંદાજમાં 3% ઘટાડો કર્યો છે, કારણ કે નાણાકીય વર્ષ 2025 માં વોલ્યુમમાં ઘટાડો થયો છે અને નાણાકીય વર્ષ 2026-27 માટે નરમાઈની અપેક્ષા છે. તો મૂલ્યાંકન છ મહિના વધારીને માર્ચ 2027 કરવામાં આવ્યું છે, જેમાં ઇક્વિટી અંદાજનો ખર્ચ 13% થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે. જે જોખમ-મુક્ત દરમાં 7% થી 6.5% સુધીનો વધારો દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને માર્ચ 2025માં અત્યાર સુધીનો સૌથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું છે. જેમાં મુખ્ય બંદર મુન્દ્રા પોર્ટે એક વર્ષમાં 200.7 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગોનું સંચાલન કરીને ઇતિહાસ રચ્યો હતો.