Saturday, May 31, 2025
HomeMAIN NEWSમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા

Share:

ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.

કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત પણ મુખ્યમંત્રીશ્રીએ લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.

તેમણે ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches